મોદી સાથે મળી જઈશું તો શિવસેનાને ખૂબ મોટો ફાયદો થશે.: શિવસેના ધારાસભ્ય
મુંબઇ: શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે જણાવ્યું કે એનસીપી અને કોંગ્રેસ તેમના પોતાના મુખ્યમંત્રી ઈચ્છે છે. કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડવા માંગે છે અને એનસીપી શિવસેના નેતાઓને તોડવાની કોશિશ કરી રહી છે. એવું લાગી રહ્યું છે કે એનસીપીને કેન્દ્રનો સીધો ટેકો છે કારણ કે એનસીપી નેતાઓની પાછળ કોઈ સેન્ટ્રલ એજન્સી લાગેલી નથી.
પ્રતાપ સરનાઈકે જણાવ્યું કે એનસીપી શિવસેનાને નબળી પાડી રહી છે. તેમણે કહ્યું કે અમને ઉદ્ધવ ઠાકરે તથા તેમના નેતૃત્વમાં પૂરો વિશ્વાસ છે પરંતુ કોંગ્રેસ અને એનસીપી અમારી પાર્ટીને નબળી પાડવાની કોશિશ કરી રહી છે. તેમણે આગળ લખ્યું કે મારુ માનવું છે કે જાે તમે પીએમ નરેન્દ્ર મોદીની નજીક આવે તો સારુ રહેશે અને આપણે ભાજપ સાથે ભળી જઈશું તો પાર્ટી અને કાર્યકરો માટે ઘણું ફાયદાકારક રહેશે.
અમારી કોઈ પણ જાતની ભૂલ વગર કેન્દ્રીય એજન્સીઓ અમને નિશાન બનાવી રરહી છે. જાે તમે પીએમ મોદીની નજીક આવશો તો રવિન્દ્ર વાયકર, અનિલ પરબ, પ્રતાપ સરનાયક જેવા નેતાઓ તથા તેમના પરિવારની સમસ્યા ખતમ થઈ જશે.આ પહેલા સંજય રાઉત મોદીની પ્રશંસા કરી ચુકયા છે.