Western Times News

Gujarati News

મોદી સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે,શહેરના અનેક રૂટ બંધ રહેશે

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ ૧૨ માર્ચનાં રોજ એક દિવસનાં ગુજરાતના પ્રવાસે આવનાર છે. સાબરમતી આશ્રમથી દાંડી સુધી પદયાત્રાના આયોજન અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગાંધી આશ્રમની મુલાકાતને પગલે કેટલાક રૂટ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે અને લોકોને તકલીફ ન પડે તે માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરનાં વાડજ સર્કલથી ઉસ્માનપુરા ચાર રસ્તા, ઈન્કમટેક્સ, નહેરૂબ્રિજ, પાલડી તરફ જતા રોડ બંધ રહેશેં.

આવતી કાલે શુક્રવારે સાબરમતી આશ્રમથી દાંડી સુધી પદયાત્રા થવાની છે. જે માટે કેટલાક માર્ગો બંધ રહેશે. જેમાં જેમાં વાડજ સર્કલથી ઉસ્માનપુરા ચાર રસ્તા ગૂજરાત વિદ્યાપીઠ કટ, ઈન્કમટેક્સ ચાર રસ્તા, બુટ્ટાસિંગ ચાર રસ્તા. ડીલાઈટ ચાર રસ્તા, નહેરૂબ્રિજ ચાર રસ્તા, ટાઉનહોલ ચાર રસ્તા, વીએસ.હોસ્પિટલ, પાલડી ચાર રસ્તા તરફ જતો રોડ દાંડીમાર્ચ પદયાત્રા પસાર ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે. જેમાં વૈકલ્પિક માર્ગ તરીકે વાડજ સ્મશાન ગૃહ કટથી પશ્ચિમના રિવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરી શકાશે તથા પ્રબોધ રાવળ સર્કલથી ૧૩૨ ફુટ રીંગરોડનો ઉપયોગ કરી શકાશે.

તે સિવાય ઉપરાંત ચાર રસ્તાથી એન.આઈ.ડી.સર્કલ, સરદારબ્રિજ, જમાલપુર બ્રિજ નીચે સુધીનો રોડ દાંડીમાર્ચ પદયાત્રા પસાર ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે. જેનો વૈકલ્પિક રૂટ તરીકે પાલડી ચાર રસ્તાથી વી.એસ.હોસ્પિટલ, ટાઉનહોલ ચાર રસ્તાથી જમણી બાજુ વળી એલિસબ્રિજ થઈ વિક્ટોરીયા ગાર્ડન થઈ ખમાસા ચાર રસ્તા થઈ આસ્ટોડીયા દરવાજાથી એસ.ટી. ગીતામંદિર ચાર રસ્તાથી જમણી બાજુ જમાલપુર તરફ જઈ શકાશે તથા પાલડી ચાર રસ્તાથી મહાલક્ષ્મી ચાર રસ્તા, મહાલક્ષ્મી પાંચ રસ્તાથી જમણી બાજુ વળી અંજલી ચાર રસ્તાથી ડાબી બાજુ વળી આંબેડકર ઓવરબ્રિજ થઈ ખોડીયારનગર ચાર રસ્તાથી ડાબી બાજુ વળી અંજલી જમાલપુર બ્રિજ તરફ જઈ શકાશે.

જમાલપુર બ્રિજ નીચેથી જમણી બાજુ વળી બહેરામપુરા પોલીસ ચોકી થઈ મેલડી માતા મંદિર દાણીલીમડા ચાર રસ્તા તરફ જતો એક બાજુનો રોડ દાંડીમાર્ચ પદયાત્રા પસાર ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે. જેમાં વૈકલ્પિક રૂટ તરીકે જમાલપુર બ્રિજતી સ્લોટર હાઉસ ચાર રસ્તા, ઉંટવાળી ચાલી ચાર રસ્તા, એસ.ટી. ગીતામંદિર ચાર રસ્તાથી જમણી બાજુ વળીમજુરગામ થઈ ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા, શાહઆલમ ચાર રસ્તાથી જમણી બાજુ વળી દાણીલીમડા ચાર રસ્તા તરફ અવગર જવર કરી શકાશે.

બીજીતરફ સુભાષબ્રિજ સર્કલથી ગાંધી આશ્રમ થઈ વાડજ સર્કલ સુધીનો જતો આવતો માર્ગ વાહનોની અવર જવર માટે બંધ રહેશે. વેકલ્પિક માર્ગ તરીકે પ્રબોધન રાવળ સર્કલથી રાણીપ ટી થઈ પલક ટીથી ડાબી બાજુ વળી નવા વાડજ પોલીસ ચોકી થઈ વાડજ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.