મોદી હીરાબાના આશીર્વાદ લઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧મી ઓકટોબરે ગુજરાતના પ્રવાસને લઇને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંધે બેઠક બોલાવી હતી સીઆરપીએફ એસઆરપી અને બીએસએફના જવાનો દ્વારા ૩૧મી ઓકટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજાશે ત્યારે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંધે બેઠકમાં એકતા પરેડ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇને ચર્ચા કરી હતી.
ગૃહ વિભાગના જણાવ્યા અનુસાર વડાપ્રધાન ૩૦ ઓકટોબરે રાત્રે ગુજરાત આવશે તેઓ ૩૦મી ઓકટોબરે રાત્રે રાજભવનમાં રાત્રિ રોકરાણ કરીને ૩૧ ઓકટોબરે સવારે અમદાવાદ રિવરફ્રન્ટથી સી પ્લેન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા નીકળશે જેના બાદ આ સી પ્લેન સેવા સામાન્ય લોકો માટે ખુલ્લી મુકાશે સુત્રોના જણાવ્યા પ્રમાણે ૩૦મી તારીખે રાત્રે જે ૩૧મી તારીખે સવારે પોતાની માતા હીરા બાના પણ આશીર્વાદ લેવા જઇ શકે છે
વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાત દરમિયાન અન્ય બેથી ત્રણ પ્રોજેકટ વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા લોકાર્પણ કરે તેવી સંભાવના છે. સરદાર પટેલ જયંતિ નિમિતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દર વર્ષે થાય છે આ વખતે કોરોનાને કારણે આ ઉજવણી મર્યાદિત ઉપસ્થિતો વચ્ચે થઇ શકે છે