મોનસુનની વિદાય વચ્ચે ઠંડીની વિધિવત શરૂઆત
અમદાવાદ : દક્ષિણ પશ્ચિમ મોનસુનની આજે ઉત્તર અરેબિયન દરિયાકાંઠાના કેટલાક વધુ વિસ્તારો અને ગુજરાતમાંથી વિદાય છે. દક્ષિણ પશ્ચિમ મોનસુન હવે પૂર્ણ થઇ રહ્યું છે. બીજી બાજુ ધીમી ગતિથી ઠંડીની શરૂઆત પણ થઇ ચુકી છે. સવારના ગાળામાં હળવી ઠંડીનો અનુભવ લોકો કરવા લાગી ગયા છે.
પશ્ચિમ ભારતના કેટલાક વધુ ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ મોનસુનની વિદાય હવે થશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન હળવા ઝાપટા પડ્યા છે. બીજી બાજુ હવામાન વિભાગના અંદાજ મુજબ દક્ષિણ ગુજરાતના વલસાડ, દાદરા નગરહવેલીમાં હળવો વરસાદ થઇ શકે છે. અમદાવાદ શહેરમાં સવારના ગાળામાં ઠંડા પવનો ફુંકાવવાની શરૂઆત થઇ ચુકી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૫.૪ અને લઘુત્તમ તાપમાન ૨૦.૨ નોંધાયું હતું. મહત્તમ તાપમાન આવતીકાલે ૩૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૧ ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા દેખાઈ રહી છે.
આવનાર દિવસોમાં ઠંડીમાં ધીમીગતિએ હવે વધુ વધારો થનાર છે અને ગરમ વ†બજારમાં તેજી આવનાર છે. ગુજરાતમાં આ વખતે અંદાજ કરતા વધુ વરસાદના કારણે ઘણા વિસ્તારમાં ભારે નુકસાન પણ થયું છે. અમદાવાદ શહેરમાં પણ આ વખતે સતત વરસાદી માહોલ રહ્યો હતો. ગુજરાતમાં ૧૦૦ ટકાથી પણ વધુ વરસાદ મોટાબાગના વિસ્તારોમાં થતાં પાણીની સમસ્યા દૂર થઇ છે
પરંતુ મોનસુની વર્તમાન સિઝનમાં આ વખતે ભારે વરસાદ અને પુર સંબંધિત બનાવોમાં ૧૩૦થી પણ વધુ લોકોના મોત થયા હતા. ગુજરાતમાં આ વર્ષે ૧૪૭ ટકા કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે. મોટાભાગના જળાશયો ૧૦૦ ટકા સુધી ભરાયા હોવાની માહિતી સરકાર તરફથી આપવામાં આવી ચુકી છે.