મોનાર્ક યુનિવર્સિટી, વહેલાલ ખાતે ૭૫માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી
મોનાર્ક યુનિવર્સિટીમાં ૭૫માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી સમસ્ત યુનિવર્સિટી પરિવારની ઉપસ્થિતિમાં શ્રી મોનાર્ક એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન શ્રી મોહનભારથી ગોસ્વામીના હસ્તે ધ્વજવંદન કરીને કરવામાં આવી.
જેમાં હાજર મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું અને પ્રેસિડેન્ટશ્રી અને ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામા આવ્યું. આ પ્રસંગે સંસ્થાના એનસીસી કેડેટ્સ દ્વારા પરેડનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી મોનાર્ક એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન શ્રી મોહનભારથી ગોસ્વામી, મોનાર્ક યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. હસમુખભારથી ગોસ્વામી, વાઈસ પ્રેસિડેન્ટ ડૉ. સતીષભારથી ગોસ્વામી, કેમ્પસ ડાયરેક્ટર ડૉ. વર્ષાબેન ગોસ્વામી, ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર મોનાર્ક ગોસ્વામી, પ્રોવોસ્ટ, રજીસ્ટ્રાર, ડેપ્યુટી રજીસ્ટ્રાર, પરીક્ષા નિયામક, તમામ સંસ્થાઓના ડીન, મોનાર્ક યુનિવર્સિટીનો સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.