મોની રોયને આમીર સાથે ફિલ્મ મળી: અહેવાલ
મુંબઇ, ટીવી બાદ ફિલ્મોમાં પણ પોતાની કુશળતાના કારણે ખાસ ઓળખ ઉભી કરી ચુકેલી મોની રોયને હવે વધુ એક મોટી ફિલ્મ મળી ગઇ છે. તે હવે બોલિવુડના સૌથી મોટા સ્ટાર પૈકી એક એવા આમીર ખાન સાથે કામ કરવા જઇ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ તેની પસંદગી ફિલ્મ માટે કરી લેવામાં આવી છે. ગુલશન કુમારની લાઇફ પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે. જેમાં આમીર ખાન ગુલશન કુમારની ભૂમિકા કરનાર છે.
હવે ફિલ્મમાં મૌનીની પણ પસંદગી કરવામાં આવી છે. ફોટાઓ શેયર કરીને મોની રોયે જાહેર કર્યુ છે કે કેટલીક ચીજા ખુબ ખુશી આપે છે. તેનુ કહેવુ છે કે તેને પુસ્તકો વાંચવા, ભોજન કરવાની બાબત, હોટ કોફી ખુબ પસંદ છે. આ પોસ્ટની સાથે મોની રોયે કહ્યુ છે કે તે પોતાના મિત્રો હુસેન દલાલ અને અનિશ વર્માની સાથે છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે મોની રોય હાલમાં કેટલીક ફિલ્મો હાથમાં ધરાવે છે.
અક્ષય કુમારની ગોલ્ડ ફિલ્મ મારફતે બોલિવુડમાં પ્રવેશ કરી ગયા બાદ હાલમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી રહી છે. તે અન્ય કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. જેમાં રણબીર કપુર અને આલિયા ભટ્ટની ફિલ્મનો સમાવેશ થાય છે. તેની પાસે અન્ય ફિલ્મોની ઓફર પણ આવી રહી છે. જો કે હજુ આની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી નથી. તે રાજકુમાર રાવ સાથે પણ એક ફિલ્મ કરી ચુકી છે.
મોની રોય આગામી દિવસોમાં બોલિવુડમાં વધુ કેટલીક ફિલ્મો મેળવે તેવી શક્યતા છે. નવી ઉભરતી સ્ટારમાં તે સૌથી સફળ અને ચર્ચાસ્પદ તરીકે સાબિત થઇ રહી છે. આમીર ખાનની ફિલ્મમાં કામ કર્યા બાદ તેની લોકપ્રિયતામાં અવનેક ગણો વધારો થઇ શકે છે. મૌની રોય આમીર સાથે ફિલ્મ મળ્યા બાદ તેને લઇને આશાવાદી બનેલી છે. તેની કેરિયરમાં આના કારણે તેજી આવી શકે છે.