Western Times News

Gujarati News

મોન્ટેકાર્લો ફાઉન્ડેશને અક્ષયપાત્રને બે ડિલિવરી વાહનોની ભેટમાં આપ્યા

મોન્ટેકાર્લો ફાઉન્ડેશને દાન કરેલા વાહનો અમદાવાદમાં સરકારી શાળાઓમાં 99,135 વિદ્યાર્થીઓ સુધી 5,000 પોષક મીલ પહોંચાડવામાં મદદરૂપ થશે

અમદાવાદ, 26 એપ્રિલ, 2022: વંચિત સમુદાયના વિદ્યાર્થીઓને ભોજન આપવાના અક્ષયપાત્રના ઉદ્દાત કાર્યને ટેકો આપવા મોન્ટેકાર્લો ફાઉન્ડેશને બે ડિલિવરી વ્હિકલ દાન કર્યા છે, જે સેવાભાવી સંસ્થા (એનજીઓ)ને અમદાવાદમાં સરકારી શાળાઓમાં ગરમ અને પોષક દ્રવ્યો ધરાવતું મધ્યાહ્ન ભોજનનું પરિવહન કરવામાં મદદરૂપ થશે. Montecarlo Foundation donates delivery vehicles to Akshaya Patra reiterates support towards feeding school children

આ વાહનો અમદાવાદમાં અક્ષયપાત્રના રસોડાનો ભાગ બનશે, જે આશરે 99,135 બાળકોને 5,000 મીલ પ્રદાન કરવામાં મદદરૂપ થશે.

આ ડિલિવરી વાહનોને 12 એપ્રિલના રોજ મોન્ટેકાર્લો લિમિટેડના કંપની સેક્રેટરી શ્રી કલ્પેશ દેસાઈ અને અક્ષયપાત્ર ફાઉન્ડેશન, ગુજરાતના વાઇસ પ્રેસિડન્ટ શ્રી રયા રામા દાસની હાજરીમાં લીલી ઝંડી આપવામાં આવી હતી.

આ લાંબા અને ફળદાયક જોડાણ પર મોન્ટેકાર્લો લિમિટેડના કંપની સેક્રેટરી શ્રી કલ્પેશ દેસાઈએ કહ્યું હતું કે, “અમે મનમાં હંમેશા એક ઉદ્દેશ ધરાવીએ છીએ – અમે જે મળે છે એમાંથી સમાજને પરત કરવાનો.

આ અમને તેમની ઉદ્દાત પહેલોમાં ઘણી સીએસઆર સંસ્થાઓને અમારો શ્રેષ્ઠ ટેકો આપવા બળ પૂરું પાડે છે. અમે સમગ્ર ભારતમાં વંચિત સમુદાયના વિદ્યાર્થીઓને પોષક આહાર પ્રદાન કરવા માટે અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથે જોડાણ કરીને ખુશ છીએ.

પોષણક્ષમ આહાર પ્રદાન કરવાના લક્ષ્યાંકમાં આગળ વધીને અમે અક્ષયપાત્રને બે ભોજન વિતરણ વાહનોની મદદ કરી છે, જે ભારત સરકારની મધ્યાહ્ન ભોજન યોજનામાં સેવા આપશે. અમને આશા છે કે, આ વાહનો અક્ષયપાત્ર ફાઉન્ડેશનને ભૂખમરો દૂર કરવાના અમારા સહિયારા લક્ષ્યાંકને હાંસલ કરવા મદદરૂપ થશે.”

આ દાન માટે કંપનીનો આભાર માનીને અક્ષયપાત્ર ફાઉન્ડેશન, ગુજરાતના પ્રેસિડન્ટ શ્રી જગનમોહન ક્રિષ્ન દાસે કહ્યું હતું કે, “21 વર્ષથી અમે વર્ગખંડોમાં ભૂખમરો નાબૂદ કરવા આતુર છીએ, જેથી કોઈ બાળક ખાલી પેટ હોવાથી શિક્ષણથી વંચિત ન રહી જાય. અમે આ પ્રયાસોમાં ટેકો આપવા મોન્ટેકાર્લો ફાઉન્ડેશનના અતિ આભારી છીએ.

તેમનો સાથસહકાર અમને વંચિત સમુદાયના બાળકોને મધ્યાહ્ન ભોજનનો પુરવઠો નોંધપાત્ર રીતે વધારવા સક્ષમ બનાવશે અને તેમને મહામારી પછી સ્વાસ્થ્ય પરત મેળવવામાં મદદરૂપ થશે. સરકારના ટેકા ઉપરાંત મોન્ટેકાર્લો ફાઉન્ડેશનની જેમ કોર્પોરેટ પાર્ટનરશિપ મારફતે જ અમારું મિશન હાંસલ થઈ શકશે.

આ લાંબા ગાળાનું જોડાણ અને દાન લાંબા ગાળે અક્ષયપાત્રની અમદાવાદમાં વધારે હજારો બાળકો સુધી ભોજન પહોંચાડવાનો પ્રયાસોમાં વધારો કરશે.”

વર્ષોથી મોન્ટેકાર્લો ફાઉન્ડેશન ભોજન વિતરણ વાહનો પ્રદાન કરીને અને અન્ય પહેલોમાં દાન કરીને અક્ષયપાત્ર ફાઉન્ડેશનના મધ્યાહ્ન ભોજન કાર્યક્રમને ટેકો આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.