Western Times News

Gujarati News

મોબાઇલમાં કાર્ટૂન જાેતાં જાેતાં ૨ વર્ષનું બાળક બારીમાંથી નીચે પટકાતાં મોત

સુરત, સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપનગરના એક એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પટકાયેલા માસૂમનું ૫૫ કલાકની સારવાર બાદ મોત નીપજતાં પરિવાર શોકમાં સરી પડ્યો હતો. એકનો એક પુત્ર ગત શનિવારના રોજ સાંજે માતા બાથરૂમમાં જતાં મોબાઈલમાં કાર્ટૂન જાેતાં જાેતાં બારીમાંથી નીચે પટકાયો હતો. ઘટનાના હૃદય કંપાવી દેતા ઝ્રઝ્ર્‌ફ પણ સામે આવ્યા છે.

વસીમ અન્સારી (મૃતક માસૂમના પિતા)એ જણાવ્યું હતું કે તેઓ ટાઇલ્સ ફોલ્ડિંગ કામ કરે છે અને વારિસ (ઉં.વ. ૨) તેમનો એકનો એક પુત્ર હતો. ગત શનિવારના રોજ સવારે નોકરી પર ગયા બાદ પત્નીએ માસૂમ દીકરા વારિસ સાથે બપોરનું ભોજન કરી રૂમનો દરવાજાે બંધ કરી તેને મોબાઈલ પર કાર્ટૂન જાેવા આપી વોશરૂમ ગઈ હતી, જ્યાંથી પરત ફરતાં વારિસ બેડ પર ન દેખાતાં શોધખોળ શરૂ કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બારીમાંથી નજર નીચે પડતાં લોકોની ભીડ જાેઈ ડરના મારે પત્ની નીચે દોડી ગઈ હતી. લોકોએ કહ્યું હતું કે એક બાળક નીચે પટકાતાં તેને મહોલ્લાના છોકરાઓ હોસ્પિટલ લઈ ગયા છે.

આ સાંભળી પત્નીના હોશ ઊડી ગયા અને તેણે તાત્કાલિક મને જાણ કરતાં હું દોડીને ઘરે આવી ગયો હતો.તેમણે જણાવ્યું હતું કે એક મહિના પહેલાં જ તેઓ પરિવાર સાથે એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. વારિસ એકનો એક દીકરો હતો. ૫૫ કલાકમાં ૫૦ હજાર ખર્ચ કર્યા બાદ પણ તેને બચાવી ન શક્યા. બેડ અને બારી વચ્ચે માત્ર બે ફૂટનું જ અંતર હતું. આવી ઘટના કોઈ પરિવારમાં ન થાય એ માટે ભગવાનને પ્રાર્થના કરીશું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.