Western Times News

Gujarati News

મોબાઇલમાં વીડિયો બનાવતા ૧૧ વર્ષની બાળકીને ફાંસો લાગી જતા મોત થયું

Files Photo

સુરત: શહેરમાં ફરી એકવાર માતા પિતાની આંખ ઉઘાડતી એક ઘટના સામે આવી છે. મોબાઇલમાં વીડિયો બનાવવાની લ્હાયમાં એક ૧૧ વર્ષની નેપાળી બાળકીને ફાંસો લાગી જતા મોત થયું હોવાની ઘટના સામે આવી છે. જાેકે, બાળકીના મોતને પગલે સમગ્ર વિસ્તરમાં ચકચાર મચી જવા પામી છે. મહિધરપુરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે

મૂળ નેપાળના અને હાલમાં સુરતના મહિધરપુરા ખાતે આવેલા હીરા બજારના જાદાખાડીમાં આવેલી સપના બિલ્ડિગમાં કામ કરતા હીરાભાઈ વોચમેન તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચાલવતા હતા. હીરાભાઈને સંતાનમાં ૩ દીકરીએ અને એક દીકરો છે. પહેલી બે દીકરી વતનમાં રહે છે ત્યાર નાની દીકરી નીકિતા અને પુત્ર નિખિલ તેમની સાથે સુરતમાં રહેતા હતા. જેમા ૧૧ વર્ષની દીકરી નીકિતાને મોબાઈલમાં ફિલ્મી ગીત પર વીડિયો બનવાનો શોખ હતો.

ગતરોજ માતા પોતાના કામ પરથી જમવા આવી હતી ત્યારે દીકરીને ઘરની બહાર ન જવાનું કહીને પોતાના ભાઈને સાચવા માટે કહીને જમીને પરત કામ પર ફરી હતી. જાેકે, મોડી સાંજે આવતા દીકરી નિકિતા ઘરની લોંખડની બારી પાસે ગળે ફાંસો ખાઈને મુત હાલતમાં મળી આવી હતી. માતાએ બૂમ બૂમ કરતા નજીકમાં રહેતા પાડોશી દોડી આવ્યા હતા

બાળકીને સારવાર માટે હૉસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જાેકે, ફરજ પરના તબીબે બાળકીને મુત જાહેર કરી હતી. જાેકે ઘટનાએ જાણકારી મળતા પોલીસ પણ તાતકાલિક દોડી આવી હતી. પોલીસની પૂછપરછમાં દીકરીની માતાએ જણાવ્યું હતું કે, તેને ફિલ્મી ગીતો પર વીડિયો બનાવવાનો શોખ હતો. તે જ્યારે ઘરમાં હોય ત્યારે તે અવારનવાર આવા વીડિયો બનાવતી હતી. વીડિયો બનાવતા બનાવતા જ તેને ગળે ફાંસો લાગ્યો હોય શકે છે. મહિધરપુરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તેમના મોબાઇલની પણ તપાસ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.