મોબાઇલ ઓનલાઇનથી વંચિત રહેલા બાળકોને ઘરે ઘરે જઈ તાલીમ શરૂ
સંજેલી તાલુકાની પ્રાથમિક શાળાઓમા હોમ લર્નિંગ અંતર્ગત શૈક્ષણિક કાર્ય શરૂ
(પ્રતિનિધિ સંજેલી, ફારૂક પટેલ) સંજેલી તાલુકા ની ધોરણ ૧થી ૮ ની પ્રાથમિક શાળાઓમાં માં હોમ લર્નિંગ અંતર્ગત શિક્ષકો દ્વારા બાળકોના ઘરે ઘરે જઇ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવી છે.યુટ્થ એન્ડ્રોઇડ મોબાઇલ ટીવી જેવી ઓનલાઇન સુવિધાઓ થી વંચિત રહેલા વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે તેને ધ્યાને લઇ શિક્ષકો દ્વારા ઘરે ઘરે જઇ સોશિયલ ડિસ્ટન્સ જાળવી શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
સામાન્ય સંજોગોમાં પ્રાથમિક શાળાઓમાં ૧ જુલાઈથી પૂર્ણ સમયે રાબેતા મુજબ શરૂ કરવામાં આવે છે.કોરોના મહા મારીને લઈ વર્તમાન પરિસ્થિતિમાં હાલ વિદ્યાર્થીઓને શાળામાં આવવા પર પ્રતિબંધ છે આવા સંજોગોમાં બાળકોના ભવિષ્યને ધ્યાને લઇ સરકાર દ્વારા હોમ લર્નિંગ દ્વારા શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે સૂચના આપવામાં આવતાં જ સંજેલી તાલુકામાં યુટ્થ એન્ડ્રોઇડ મોબાઇલ ટીવી જેવા માધ્યમથી વંચિત રહેલા વિદ્યાર્થીઓનું પોતાનું ભવિષ્ય ન બગડે તેને ધ્યાને લઇ તેમના વાલીઓનો સંપર્ક કરી શિક્ષકો દ્વારા ઘરે ઘરે જઇ ઘરે ઘરે જઇ શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું છે.
સરકાર દ્વારા થોડા સમય પહેલા બાળકોને ઓનલાઇન પદ્ધતિથી શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું છે ત્યારે સંજેલી તાલુકામાં મોટાભાગના વિસ્તારો ડુંગરાળ અને જંગલ હોવાને કારણે આ વિસ્તારમાં નેટવર્કનો પ્રોબ્લેમ વધુ હોવાને લઈ બાળકો ઓનલાઈન પદ્ધતિથી અભ્યાસ મેળવી શકતા નથી જેને લઇ સંજેલી તાલુકામાં મોટાભાગના બાળકો પાસે ટીવી એન્ડ્રોઈડ જેવા મોબાઇલની સુવિધા હોવા છતાં પણ નેટવર્ક જેવી સમસ્યાને કારણે ઓનલાઇન પદ્ધતિનો લાભ મેળવી શકતા નથી.