મોબાઇલ સ્નેચિંગ કરી ભાગતા બેમાંથી એક ઝડપાયો
સુરત: સુરત શહેરના રસ્તા પર નીકળતા લોકોને હવે બીક લાગે છે. કારણ કે, ધૂમ બાઈક પર મોબાઈલ સ્નેચર ફરી રહ્યા છે. આ લોકો પળવારમાં મોબાઈલ ખેંચીને રફુચક્કર થઇ જાય છે. પરંતુુ ગઇકાલે સ્નેચરોની બાજી ઊંધી પડી ગઇ હતી. સ્નેચરોમાંથી એક વ્યક્તિ લોકોના હાથમાં આવી જતા તેને માર મારી પોલીસના હવાલે કરી દીધો છે. જે બાદ પોલીસે આ ઈસમની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
સુરતના રિગરોડ પર મંદરવાજા ખાતે બાઈક પર આવેલા બે ઈસમો મોબાઈલ સ્નેચિગ કરીને ભાગવાનો પ્રયાસ કરતા હતા. ત્યારે જેના મોબાઈલનું સ્નેચિંગ થયુ હતું તે વ્યક્તિએ બૂમાબૂમ કરતા બાઈક સવાર બે ઈસમોમાંથી એકેને લોકોએ ઝડપી પડ્યો હતો. જયારે બીજાે ભાગવામાં સફળ રહ્યો હતો.
જાેકે મોબાઈલ સ્નેચિંગ કરતા પકડાયેલા ઈસમને લોકોના રોષનો ભોગ બનવું પડ્યુ હતું અને જાેત જાેતામાં લોકોએ બરાબરનો મેથી પાક આપીને પોલીસના હવાલે કર્યો હતો. જાેકે પોલીસે આની અટકાયત કરી તેના સાથીદાર સાથે અત્યાર સુધીમાં કેટલા અને ક્યા ક્યા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિક કાર્યા છે અને તેને ક્યાં વેચ્યા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
સુરતમાં રસ્તા પર નીકળતા લોકો વાત કરતા જાય અથવા પોતાના ઉપરના ખીસ્સામાં મોબાઈલ મૂકીયો હોય તો ધૂમ બાઈક પર આવેલા ઈસમો પળવારમાં તેમની પાસેથી મોબાઈલ સ્નેચિગ કરી ફરાર થઇ જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં દરરોજ ૧૫થી ૨૦ ઘટના બનતી હોય છે. જાેકે, આ ઇસમો પકડવામાં પોલીસ સતત નિસ્ફળ ગઈ છે. ત્યારે આવા મોબાઈલ સ્નેચર હાલ પોલીસના માથાનો દુખાવો બન્યા છે.