મોબાઈલના વળગણને કારણે દંપતી વચ્ચે તકરાર
સુરતઃ મોબાઇલના વળગણના લીધે અનેક દંપતી વચ્ચેની ખટરાગ કોર્ટના દ્વારે પહોંચી રહી છે. સુરતમાં એક કેસમાં દંપતી વચ્ચેનો મામલો કોર્ટમાં આવ્યો હતો અને બાદમાં સમાધાન પણ થયું હતુ, પરંતુ સમાધાન ખૂબ જ વિચિત્ર હતું. લગ્નના છ મહિના સુધી સાસરે રહેલી નવવધૂ સાથે પતિનો એટલાં માટે ઝઘડો થયો હતો કે તેણી સતત મોબાઇલ પર જ એક્ટિવ રહેતી હતી.
આથી દંપતી જૂદું રહેવા લાગ્યું હતું, સમાધાનની શરતો મુજબ પત્નીએ લેખિતમાં બાંહેધરી આપી હતી કે, તે સાસરે મોબાઇલ ફોન નહીં લઇ જાય, ઘરના કામ કરશે અને આદર્શ વહુની જેમ રહેશે. શહેરના સૈયદપુરાના તાજેતરના એક કિસ્સામાં મોબાઇલના કારણે થયેલા વિખવાદો બાદ પત્નીએ કેસ કરતા પતિની ધરપકડ થઈ હતી. બાદમાં પતિ-પત્ની વચ્ચે સમાધાનના પ્રયાસો થયા હતા.
વડોદરામાં રહેતી યુવતી અને સુરતના યુવકના લગ્ન થયા બાદ પતિ અને પત્ની બંને થોડા જ સમયમા લગ્નેતર સંબંધમાં પડયા હતા. પતિની પરસ્ત્રી સાથેની ચેટિંગ પત્નીએ જાેઈ લેતા તેણે પિયર જઈ પતિ સામે ભરણપોષણનો કેસ કર્યો હતો.