Western Times News

Gujarati News

મોબાઈલની ટોર્ચના પ્રકાશમાં ૧૦૮ દ્વારા સગર્ભાની પ્રસૂતી

સુરત: રાજ્યમાં ૧૦૮ના સ્ટાફ દ્વારા ઘણીવાર ઈમર્જન્સીની સ્થિતિમાં જે પ્રમાણે સારવાર આપવામાં આવે છે તેના કારણે ઘણાં લોકોના જીવ બચ્યા હોવાના દાખલા છે. આવી જ એક ઘટના બુધવાર સુરતના ચોર્યાસી તાલુકાના ગોજરા ગામે બની હતી. જ્યાં ફોન કોલ આવ્યા પછી પહોંચેલી ૧૦૮ની ટીમે એક સગર્ભાની મોબાઈલ ટોર્ચના અજવાળામાં પ્રસૂતિ કરાવી હતી.

આ ગંભીર મેડિકલ ઇમર્જન્સીમાં ૧૦૮ ના સ્ટાફે ખરા અર્થમાં ઇમરજન્સી સારવાર આપી માતા અને નવજાત બાળકની જીવ બચાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સગર્ભાના ઘરમાં લાઈટ ન હોવાથી અને ગર્ભમાંથી બાળકનું માથુ બહાર આવી જતા સગર્ભાને હોસ્પિટલ પણ લઈ જવાને બદલે તાત્કાલિક સ્થળ પર જ સૂઝબૂજથી લેવાયેલો પ્રસુતિ કરાવવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.

અમરનાથભાઈ સુરતના નવાગામ લોકેશન પર ફરજમાં હાજર ૧૦૮માં ઈએમટી તરીકે ફરજ બજાવે છે. તેમણે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, બુધવારની વહેલી સવાર એટલે કે, લગભગ કોલ ૪ઃ૫૯ વાગ્યાનો હતો. ચોર્યાસી તાલુકાના ગોજરા ગામમાં રહેતી એક સગર્ભાને પ્રસૂતિની પીડા થઈ રહી હોવાની જાણ થતા જ પાયલોટ દુર્ગેશ પરમાર સાથે તાબડતોબ સ્થળ પર પહોંચી ગયા હતાં. પ્રસૂતાની હાલત અને ગર્ભમાંથી બાળકનું માથું બહાર આવી ગયું જાેઈ તાત્કાલિક ર્નિણય લેવા ૧૦૮ના નિષ્ણાત તબીબને ટેલિફોનિક આખી પરિસ્થિતિથી વાકેફ કર્યા હતાં. ત્યારબાદ સર્ગભા આશાબેનની દયનીય અવસ્થા અને અસહ્ય પીડાથી તડપતા આશાબેનની પ્રસુતિ કરાવવાનો ર્નિણય કર્યો હતો.

જાેકે સગર્ભાના ઘરમાં લાઈટ નહોતી અને અંધારામાં પ્રસુતી કરાવવી એ શક્ય ન હતું. બીજી બાજુ એમને હોસ્પિટલ લઈ જવાય એવો સમય ન હતો. જેને લઈ તાત્કાલિક ટોર્ચથી પ્રસુતિ કરાવવાનું શરૂ કર્યું હતું અને આશાબેને ગણતરીની મિનિટોમાં જ એક પુત્રી ને જન્મ આપ્યો હતો.

૧૦૮ એમ્બ્યુલન્સની ટીમને આવા કેસોમાં કેવી રીતે પ્રસુતિ કરવી શકાય એની ટ્રેનિંગ સમયસર મળતી રહે છે. ટોર્ચથી ઘરમાં અજવાળું કરી પ્રસુતિ કેમ કરાવવી એનાથી સંપૂર્ણ વાકેફ હતો જેથી આશાબેનની પ્રસૂતિ કરાવી હતી. ત્યારબાદ માતા અને નવજાત પુત્રીને જરૂરી સારવાર આપી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. માતા અને પુત્રીને સ્વસ્થ જાેઈ પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી. આખું પરિવાર હાથ જાેડીને આભાર વ્યક્ત કરતો જાેઈ સાચા અર્થની સેવામાં કામ કરતા હોવાનો આનંદ થાય છે તેમ વધુમાં અમરનાથભાઈએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.