મોબાઈલનું બિલ વગર વેચાણ કરતા દુકાન માલિકની ધરપકડ
વડોદરામાં મોબાઈલ શો-રૂમના સંચાલકે જીએસટીની ચોરી કરી
તપાસમાં ૮.૫૦ કરોડની જીએસટી ચોરી સામે આવતા સંચાલક પુષ્પક હરીશ મખીજાની અટકાયત કરવામાં આવી હતી
વડોદરા, વડોદરા શહેરના અલકાપુરીમાં આવેલ મોબાઈલ શો-રૂમ GSTની ટીમ ત્રાટકી હતી. જ્યાં સર્ચ ઓપરેશન દરમિયાન મોબાઈલ શો-રૂમના સંચાલકે રૂ.૮.૫૦ કરોડની ય્જી્ ચોરી કરી હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું.
જેને પગલે દુકાન માલિક પુષ્પક મખિજાની ધરપકડ કરવામાં આવતા ફોન બજારમાં ફફડાટ ફેલાયો હતો. જેને આજે જેલ હવાલે કરાયો છે.
વડોદરામાં આવેલ મોબાઈલ શોપનો માલિક પુષ્પક મખીજા ગ્રે માર્કેટમાંથી મોબાઇલ અને સ્માર્ટ વોચ મંગાવી તેનું બિલ વગર વેચાણ કરે છે.
તેવી માહિતી મળતાની સાથે જ GST વિભાગની ટીમે તેના નિવાસ સ્થાન તેમજ શોપ ઉપર દરોડા પાડ્યા હતા. ય્જી્ વિભાગ દ્વારા પુષ્પક મખીજા ઇસ્કોન હેબિટેટ પરના તેના રહેણાંક મકાનમાં અને ત્રણ શોરુમ સહીત કુલ ચાર સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામા આવ્યું હતું.
જે દરમિયાન આરોપીના માલિકના લેપટોપમાંથી બીન હિસાની વિગતો બહાર આવી હતી. તપાસમાં ૮.૫૦ કરોડની જીએસટી ચોરી સામે આવતા સંચાલક પુષ્પક હરીશ મખીજાની અટકાયત કરવામાં આવી હતી.
આરોપીને મેડિકલ તપાસ માટે સયાજી હોસ્પીટલમાં લવાયો હતો. ત્યારબાદ આજે સેસન્સ કોર્ટમાં ચિફ જ્યુડિશિઅલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતા કોર્ટ દ્વારા પુષ્પક મખીજાની જામીન અરજી પર સુનાવણી મુલતવી રાખવામાં આવી છે. શુક્રવારે સુનાવણી સુધી આરોપીને જેલમાં ધકેલી દેવા કોર્ટે આદેશ કર્યો છે.
મહત્વનુ છે કે, પુષ્પક હરીશ મખીજાની રા લિંક, અલકાપુરી, રા લિંક, મારૃતિ ધામ સોસાયટી, અને સરકાર આઇ ફોન્સ, કારેલીબાગ ખાતે મોબાઇલ ફોન, ટેબલેટ અને સ્માર્ટ વોચના શોરુમ ધરાવે છે.