Western Times News

Gujarati News

મોબાઈલનો હવે 28 દિવસ નહીં 30 દિવસનો પ્લાન મળશેઃ ટ્રાઈનો આદેશ

Files Photo

ગ્રાહકોની ફરિયાદ થતાં ર૮ દિવસ નહીં પૂરા ૩૦ દિવસનો રીચાર્જ પ્લાન આપવા માટે ટ્રાઈનો આદેશ

ગ્રાહકો તરફથી ફરીયાદ થતાં ટ્રાઈએ ફેંસલો સંભળાવ્યો

ટેલિકોમ કંપનીઓને ટ્રાઈના નવા આદેશ હેઠળ ૩૦ દિવસની વેલિડીટીવાળા પ્લાનને નોટીફિકેશન જારી કરીને ૬૦ દિવસની અંદર રજુ કરવો પડશે.

(એજન્સી) નવીદિલ્હી, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડીયાએ ગ્રાહકોના હિતમાં એક મોટો અને આવકારદાયક નિર્ણય લીધો છે. ટ્રાઈએ હાલમાં જ ટેલિકોમ ટેરીફનો આદેશ જારી કર્યો છે. તેમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરને સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યુ છે કે ર૮ દિવસના બદલે ૩૦ દિવસની

(આમ, ર૮ દિવસની ગણતરી કરીએ તો ૧ર મહિનાને બદલે તેર મહિના થાય) વેલીડીટીવાળા રીચાર્જ પ્લાનને રજુ કરવાનો આદેશ આપ્યો છે. ટેલિકોમ કંપનીઓને ટ્રાઈના નવા આદેશ હેઠળ ૩૦ દિવસની વેલિડીટીવાળા પ્લાનને નોટીફિકેશન જારી કરીને ૬૦ દિવસની અંદર રજુ કરવો પડશે.

ટ્રાઈના આ નવા ગ્રાહકના હિતવાળા આદેશ અનુસાર દરેક ટેલિકોમ કંપનીઓએ કમસે કમ એક પ્લાન વાઉચર, એક સ્પેશ્યલ ટેરીફ વાઉચર અને એક કોમ્બો વાઉચર રજુ કરવો જાેઈએ. અને તેની વેલીટીડી ર૮ દિવસના બદલે પૂરો એક મહિનો ૩૦ દિવસની હોય. આ પ્લાન્સને જાે ગ્રાહકો ફરી વખત રીચાર્જ કરવા ઈચ્છે તો તેઓ એવું ચાલુ પ્લાનની તારીખેે જ કરાવી શકે. આવી જાેગવાઈ હોવી જાેઈએ.

થોડા દિવસ પહેલા યુઝર્સ ફરીયાદ દાખલ કરી હતી ટેલિકોમ કંપનીઓ મહિનાભરનું સંપૂર્ણ રીચાર્જ નથી આપતી. ટેેલિકોમ કંપનીઓ ૩૦ દિવસને બદલે ર૮ દિવસનો જ વેલીડીટી પ્લાન આપે છે

જેના કારણે ર૮ દિવસ પ્રમાણે જાે ગણતરી કરવામાં આવે તો ૧ર મહિનાને બદલે ૧૩ મહિનાની ગણતરી થાય. ત્યારબાદ ટ્રાઈએ દરેક ટેલીકોમ કંપનીઓને ૩૦ દિવસનો પૂરો એક મહિનાની વેલીડીટીવાળો રીચાર્જ પ્લાન પણ રજુ કરવાનો આદેશ આપ્યો છે.

પ્રાઈવેટ કંપનીઓ એરટેલ, વોડાફોન, અને રિલાયન્સ જીઓ વગરે કંપનીઓ બધી ભેગી થઈને તેઓ તરફથી ૩૦ દિવસનો નહી પરંતુ ર૮ દિવસનો પ્લાન ઓફર થાય છે. એવી વ્યાપક ફરીયાદો થઈ હતી. ગ્રાહકોની વાત માનીએ તો દર મહિને બે દિવસ કાપીને કંપનીઓ વાર્ષિક ર૮ દિવસની બચત કરી લે છે. આ રીતે ટેલિકોમ કંપનીઓ ગ્રાહકો પાસેથી આખુ વર્ષ ૧રની જગ્યાએ ૧૩ મહિનાનુૃ રીચાર્જ કરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.