મોબાઈલમાં આવેલી લિંક પર ક્લિક કરતાં બેંકમાંથી 65,000 રૂપિયા ઉપડી ગયા

Files Photo
ભોપાલ, ઓનલાઈન ફ્રોડ કરનાર ભેજાબાજ ઘણા જ્ઞાની લોકોને પણ પોતાના સકંજામાં ફસાવી ચૂક્યા છે. આવા લોકોના કારસ્તાનનો ભોગ શિક્ષિત અને ટેક્નોસેવી લોકો પણ બને છે. ૧૨ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ ભોપાલમાં રહેતા એન્જિનિયર સાથે રૂ. ૬૫,૦૦૦નો ફ્રોડ કરવામાં આવ્યો છે. આ એન્જિનિયર સાથે જે પણ થયું, તેના વિશે તમે જાણી લેશો તો તમે આ પ્રકારના ફ્રોડથી બચી શકો છો. ભોપાલના રહેવાસી અહમદનું જીવન ખૂબ જ સારુ ચાલી રહ્યું હતું. લોકડાઉનમાં તેઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા હતા અને તેમની સેલેરી એકાઉન્ટમાં આવી રહી હતી. તે સમયે તેની સાથે કંઈક જ અજૂગતું થયું. તે દિવસે અહમદના સ્માર્ટફોન પર એક મેસેજ આવ્યો અને તે મેસેજમાં એક લિંક મોકલવામાં આવી હતી. જ્યારે પણ આપણા ફોનમાં એક પ્રમોશનલ મેસેજ આવે છે, ત્યારે આપણે તે મેસેજની લિંક ઓપન કરીને જાેઈએ છીએ. અહમદે પણ મેસેજની લિંક ઓપન કરી હતી. લિંક પર ક્લિક કરતા જ કેટલીક મોબાઈલ એપ્સ ફોનમાં ડાઉનલોડ થઈ ગઈ.
આ એપ્સે મોબાઈલ ફોનને હેક કર્યો હતો. અહમદને આ બધું જ ખૂબ જ સામાન્ય લાગી રહ્યું હતું. થોડા સમય બાદ અહમદને બેન્કમાંથી મેસેજ આવ્યો. મેસેજમાં જણાવવામાં આવ્યું હતું કે, “તમારા એકાઉન્ટમાં ઓવરડ્રાફ્ટની સુવિધા એક્ટિવ કરવામાં આવી છે.” અહમદને કંઈક સમજમાં નહોતું આવતું કે, બેન્કે આવું શા માટે કર્યું. ફોન પર કેટલાક ઓટીપી મોકલવામાં આવ્યા હતા. સોફ્ટવેર એન્જિનિયર હોવાના કારણે અહમદને ખબર હતી, કે ઓટીપી કોઈની પણ સાથે શેર ન કરવો જાેઈએ. અહમદે પણ ઓટીપી શેર કર્યો નહોતો, તેમ છતાં બેન્ક એકાઉન્ટમાંથી પૈસા નીકળવા લાગ્યા હતા. અહમદના એકાઉન્ટમાંથી ત્રણવાર ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા અને તેના એકાઉન્ટમાંથી રૂ. ૬૫ હજાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ અહેમદને ખબર પડી ગઈ હતી કે ફ્રોડ થયો છે.
અહમદે ત્યાર બાદ તાત્કાલિક સાઈબર બ્રાન્ચ પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસે તે અજ્ઞાત વ્યક્તિ પર ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. અહમદથી થોડી ભૂલ થઈ અને મેસેજમાં આવેલ લિંક પર ક્લિક કર્યું હતું. જાે અહેમદે તે લિંક ઓપન ન કરી હોત તો ફ્રોડ ન થયો હોત. આ બાબત પરથી આપણે શીખવું જાેઈએ કે, ફોન પર કોઈપણ શંકાસ્પદ મેસેજ આવે તો તેમાં જણાવેલ લિંક પર ક્લિક ન કરવી જાેઈએ.SSS