મોબાઈલમાં ચાર્જર ભરાવવા જતાં કરંટ લાગતાં યુવકનું મૃત્યુ
મૂળ યુપીનો યુવક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો
રાજકોટ,કુવાડવાના સાતડામાં રહેતો યુવાન મોબાઈલ ચાર્જમાં મુકવા જતા વીજશોક લાગતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવતા તેમને ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યા હતા.આ અંગે કુવાડવા પોલીસે કાર્યવાહી કરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,મૂળ યુપીન અને હાલ કુવાડવાના સાતડામાં રહેતા મહમદ સાબાદ સિદ્દીકી(ઉ.વ.29)ગઈ કાલે કુવાડવા નજીક ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનું બને છે ત્યાં ફેબ્રિકેસનનું કામ કરતો હતો.
ત્યાં મોબાઈલમાં ચાર્જર ભરાવવા જતા અચાનક વિજશોક લાગતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમને ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યા હતા.મહમદભાઈ ત્રણ ભાઈ ત્રણ બહેનમાં મોટા હતા.યુવકના મોતથી પરિવારમાં શોક છવાયો છે.