Western Times News

Gujarati News

મોબાઈલમાં ચાલુ ચાર્જિંગે ગેમ રમતા થયો બ્લાસ્ટ, ચામડીના ચીંથરા ઉડ્યા

પ્રતિકાત્મક

મહીસાગર, આજના સમયમાં સ્માર્ટફોન જીવન જરૂરિયાતી વસ્તુ બની ગઈ છે, પણ તેનો ઉપયોગ ક્યારેક ડેન્જરસ સાબિત થતો હોય છે. સ્માર્ટફોન જ્યારે ગરમ થાય છે ત્યારે તે જીવતા બોમ્બ સમાન બની જાય છે. આવો જ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, જેમાં સ્માર્ટફોન એવો ફાટ્યો કે હાથની ચામડીના ચીથરા ઉડી ગયા હતા.

મોબાઈલ રમતા કિશોર સાથે આ ઘટના બની હતી. મહીસાગરના બાલાસિનોરમાં મોબાઈલ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. બાલાસિનોરના ભમરીયા ગામે મોબાઈલમાં ચાલુ ચાર્જિંગે ગેમ રમતા મોબાઈલ બ્લાસ્ટ થયો હતો. મોબાઈલ બ્લાસ્ટ થતા ગેમ રમતા કિશોરને ગંભીર ઈજા પહોંચી હતી.

કિશોરનો હાથ એટલી ગંભીર રીતે દાઝ્‌યો હતો કે, તેના હાથના ચીંથરા ઉડી ગયા હતા. તેના હાથની તમામ આંગળીઓનો આગળનો ભાગ બ્લાસ્ટમાં ફાટી ગયો હતો. આંગળીના ટેરવાને એટલુ નુકસાન થયુ હતું કે ઓપરેશન કરવાની ફરજ પડી હતી. કિશોરને સારવાર માટે બાયડ હોસ્પિટલમાં ખસેડાયો છે. બે કલાકના ઓપરેશન બાદ કિશોરની આંગળીઓને બચાવી લેવાઈ હતી. જાેકે, અનેક લોકો ચાર્જિંગ કરતા સમયે મોબાઈલનો ઉપયોગ કરે છે, જે જાેખમી છે. આવા અનેક કિસ્સા સામે આવે છે છતા લોકો સમજતા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.