મોબાઈલમાં સુસાઈડ નોટ લખી યુવકે આત્મહત્યા કરી
સુરત: શહેરમાં જવેલર્સની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતા રાજસ્થાની યુવાને પત્નીને બજારમાં મોકલી મોબાઈલમાં સુસાઇટ નોટમાં પત્નીના બીજા લગન કરાવી નાખજાે એવું લખીને કર્યો આપઘાત. પરિવારમાં જવાનજાેધ યુવાને આપઘાત કરતા ઘરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે, પોલીસે તપાસ શરુ કરી. સુરતમાં સતત આપઘાતની ઘટના વધી રહી છે, ત્યારે કેટલાક લોકો કોરોના મહામારીમાં આર્થિક નુકસાન તો કેટલાક લોકો શારીરિક બીમારીને લઈ સુસાઈડ કરી રહ્યા છે,
ત્યારે મૂળ રાજસ્થાનના નાગોરનો વતની અને હાલમાં સુરત ખાતે અલથાણ સ્થિત સ્વસ્તિક પાર્કમાં રહેતો હતો. ઘોડદોડ રોડ સ્થિત જ્વેલરી શો-રૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા કપિલે લગન રેખા સાથે થયા હતા. જાેકે લગન જીવન દરમિયાન પતિ પત્ની બંને જણા કામ કરી પરિવારને આર્થિક મદદ કરતા હતા. જાેકે ગતરોજ કપિલે પત્ની રેખાને બજાર ખાતે મોકલી આપી, કોઈ કારણસર પોતાની રૂમમાં છતે દોરી બાંધીને ગળો ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જાેકે યુવાને મોત પહેલા પોતાના મોબાઈલમાં પોતાની પત્ની રેખાના બીજા લગન કરાવી નાખજાે, એવી તેની છેલ્લી ઈચ્છા છે. તેવી સુસાઈડ નોટ લખી હતી.
પત્ની જ્યારે બજારથી આવતા પોતાના પત્નીને આપઘાત કરેલી હાલમાં જાેતા બુમાબુમ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા, અને ઘટના મામલે પોલીસને જાણકારી આપી હતી. જાેકે પોલીસે તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી, આ મામલે ગુનો નોંધી તપાસ કરતા મારનાર યુવાને પોતાના મોબાઈલમાં લ;ખેલી સુસાઇટનોટ મળી આવતા પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી છે જાેકે પરિવારના યુવાન દીકરાં આપઘાતની ઘટનાને લઈને પરિવાર માં શોકનું મોજું ફાડી વાંઢીયુ છે જાેએક કોરોના લઇને છેલ્લા લાંબા સાયથી રૂપિયા મામલે માનસિક ટેન્સન રહેતા નાણાંકીય લેણદેણમાં માનસિક તણાવમાં આ પગલું ભારિયાનું પરિવારનું અને પોલીસનું અનુમાન છે.