મોબાઈલ માટે ઠપકો આપતા વિફરેલા દીકરાએ પિતાની હત્યા કરી
સુરત, આજની જનરેશનના દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં મોબાઈલ ફોનમાં ગેમ માટે ઠપકો આપનાર પિતાની સગીર પુત્રે હત્યા કરી છે. મોબાઈલ ફોનમાં ગેમ રમવાની લતે ચઢી ગયેલા સગીર પુત્ર પાસેથી પિતાએ મોબાઇલ લઈ લીધો હતો. જેને લઈને ઝઘડો થતા સગીરે પિતા ઉપર હુમલો કરી તેમની હત્યા કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોબાઈલની આદત ધરાવતા બાળકોના વાલીઓએ હવે સાવધાન થઈ જવાની જરૂર છે. ગેમ રમવાની ના પાડી તો પુત્રએ પિતાની હત્યા કરી છે. સુરતમાં મોબાઈલની લતને લીધે પુત્રએ પિતાની હત્યા કરી છે. આ કિસ્સાથી કહી શકાય કે, મોબાઈલની લત લાગી જાય તો બાળકો કઈ પણ કરી શકે.
સુરતના ઈચ્છાપોરમાં અર્જુન સરકાર તેમના પરિવાર સાથે રહે છે. તેમના સગીર દીકરાને તેમણએ મોબાઈલ ગેમ રમવા બાબતે ઠપકો આપ્યો હતો. જેથી તેણે પિતા સાથે ઝઘડો કર્યો હતો. આ બાદ તેણે પોતાના પિતાની હત્યા કરી હતી.
આ મામલે સુરત પોલીસના એચ ડિવિઝનના એસીપી એકે વર્માએ જણાવ્યું કે, આટલુ થયા બાદ પુત્રએ પિતાની હત્યાને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફોરેન્સિક રિપોર્ટમાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ૪૦ વર્ષીય પિતા અર્જુન સરકારની ગળું દબાવીને તેમના જ સગીર પુત્રએ હત્યા કરી હતી. ત્યારે સમગ્ર હકીકત સામે આવતા માતાએ પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી, જે બાદ ઇચ્છાપોર પોલીસે સગીરની અટકાયત કરી જુવેનાઇલ કસ્ટડીમાં મોકલ્યો છે.HS