મોબાઈલ, લેપટોપનો વધારે ઉપયોગ કરવાથી આંખને નુકશાન થાય છેઃ ડો.રાણા
દર્દીને એકવાર ઝામર થયા બાદ ઝામરથી થયેલાં આંખના નુકશાનને પાછું વાળી શકાતુ નથી.
સ્માર્ટ ફોનના વધુ પડતા ઉપયોગને કારણે લોકોની આંખો પર બહુ ગંભીર અસર થાય છે. જે અત્યારે ખ્યાલ આવતો નથી પરંતુ સમય જતાં નાના બાળકોથી માંડીને પૌઢ સુધી સૌ કોઈને અસર થાય છે. મોબાઈલ, લેપટોપ અને ટીવીના વધુ પડતાં ઉપયોગને કારણે લોકોમાં આંખોની સમસ્યા વધતી જાય છે.
ઝામરના રોગને શરૂઆતના સ્ટેજમાં પકડી શકાય તેવું ગુજરાતના સૌ પ્રથમ તેમજ ડ્રાય આઇની તકલીફને ચાર અલગ રીતે માપી શકાય તેવા અમદાવાદનાં સૌ પ્રથમ એવા અધતન બે મશીન પરિમલ ગાર્ડન પાસે આવેલી નેત્રાલય સુપર સ્પેશ્યાલિટી આઇ હોસ્પિટલમાં ઉપલબ્ધ થયાં છે. આ બંને અધતન મશીન દર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થશે.
નેત્રાલય સુપર સ્પેશ્યાલિટી આઇ હોસ્પિટલના વિટ્રીઓ ટ્રોમા સર્જન ડો. પાર્થ રાણા જણાવે છે કે, હોસ્પિટલમાં અમે ઝામરના દર્દી અને ડ્રાય આઇના દર્દીની તકલીફનું ઝડપી નિદાન અને સારવાર કરવાના આશયથી બે અધતન મશીન ઉપલબ્ધ કર્યાં છે.
કારણ કે, દર્દીને એકવાર ઝામર થયા બાદ ઝામરથી થયેલાં આંખના નુકશાનને પાછું વાળી શકાતુ નથી.
તેના માટે જરૂરી છે કે, ઝામરનું ખુબ ઝડપથી નિદાન કરીને તેની સારવાર કરવામાં આવે. જેથી ઝામરના રોગનું શરૂના સ્ટેજમાં નિદાન કરી ઉગતો ડામી શકાય તેવું ગુજરાતનું પ્રથમ ‘અધતન ઝાઈસ હમ્પરી પેરીમીટર’ મશીન લાભદાયક સાબિત થશે.