મોબ લિંચિંગની ઘટનાઓના એક પાર્ટીની સાથે સંબંધ નથી
કોંગ્રેસ દ્વારા પ્રશ્નો ઉઠાવાયા ઃ દલિત અને લઘુમતિ લોકો વધારે શિકાર થયા હોવાના આક્ષેપને રેડ્ડીએ રદિયો આપ્યો
નવી દિલ્હી, મોબ લિંચિંગનો મામલો આજે રાજ્યસભામાં પણ છવાયેલો રહ્યો હતો. કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદના પ્રશ્નના જવાબમાં કેન્દ્રિય ગૃહરાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓના કોઈ પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી. અગાઉની સરકારના ગાળા દરમિયાન પણ આ પ્રકારના મામલા સપાટી પર આવતા રહ્યા છે. ગૃહની કાર્યવાહી દરમિયાન કેન્દ્રિય મંત્રી અમિત શાહ પણ ઉપÂસ્થત રહ્યા હતા. કોંગ્રેસના નેતા ગુલામનબીએ પ્રશ્ન કર્યો હતો કે, છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં જે લિંચિંગની ઘટના બની છે તેમાં દલિતો અને લઘુમતિ સમુદાયના લોકો સાથે જાડાયેલા મામલા વધારે છે. કેટલીક એવી ઘટનાઓ પણ છે જે ટીવી ઉપર આવતી નથી.
એક પાર્ટી સાથે જાડાયેલા લોકો આવુ કરતા રહે છે અને બીજા ધર્મના નાળા લગાવે છે. આમા પણ કેટલાક લોકોના મોત થયા છે. કેન્દ્રની સરકાર તરફથી હજુ સુધી કેટલી એડવાઈઝરી રાજ્ય સરકારોને જારી કરવામાં આવી છે તે અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રીએ ઉપલબ્ધ ડેટાના આંકડા રજુ કરીને કહ્યું હતું કે, આ મામલામાં કોઈ પણ કોમન પૈટર્ન નથી આ પ્રકારના મામલા અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમય પર સપાટી પર આવે છે.
આ પ્રકારના પુરાવા પણ છે કે, આ પ્રકારની ઘટનાઓ અગાઉની સરકારોના ગાળા દરમિયાન પણ બની છે. રેડ્ડીએ કહ્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓ માત્ર એક પાર્ટીની સરકારમાં થઈ રહી છે તે પ્રકારની વિચારધારા બિલકુલ ખોટી છે. ત્રિપુરામાં સીટીએમની સરકાર હતી ત્યાં પણ મોબ લિંચિંગની ઘટના બની હતી. બંગાળમાં ટીએમસીની સરકારમાં મોબ લિંચિંગની ઘટના બની છે. કેરળમાં પણ આવી ઘટનાઓ બની છે. આ પ્રકારની ઘટનાઓના કોઈ એક પાર્ટી સાથે કોઈ પણ લેવા દેવા હોતા નથી. આક્ષેપો આધાર વગરના છે.