મોરબીથી સિરામિક ઉદ્યોગ માટે રેલવે કન્ટેનર ટ્રેનની સેવા શરૂ કરવામાં આવી
મોરબી, વિશ્વના સૌથી મોટા સિરામિક બજારો પૈકીના એક ગુજરાત સ્થિત મોરબીના સિરામિક ઉદ્યોગકારો- નિકાસકારો માટે ખુશીના સમાચાર છે. મોરબીથી સિરામિક ઉદ્યોગ માટે રેલવે કન્ટેનર ટ્રેનની સેવા શરૂ કરવામાં આવી છે. આનાથી નિકાસકારોને ઝડપી, સરળ અને સસ્તી કનેક્ટિવિટી મળી રહેશે.
પોતાના વ્યૂહાત્મક સ્થાન સાથે એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે દેશના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત નિકાસકારો વર્ગમાં પસંદગીના પોર્ટ તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. એપીએમ ટર્મિનલ્સ પિપાવાવને તાજેતરમાં મઅર્સ્ક દ્વારા નવી રેલવે સેવા મળી છે, જેને પીઆરસીએલ ઓપરેટ કરે છે.
આ રેલવે સેવા માળિયામાં પિપાવાવ ફ્રેઇટ ટર્મિનલ મારફતે મોરબીના સિરામિક્સ ઉદ્યોગના નિકાસકારોને જાેડે છે. રેલવે સેવા ત્રણ મહત્વપૂર્ણ હિતધારકો વચ્ચેના જાેડાણનું પરિણામ છેઃ પોતાની દરિયાઈ અને જમીન પરિવહન કુશળતા સાથે મઅર્સ્ક, પોતાના વ્યૂહાત્મક સ્થાન સાથે અને શ્રેષ્ઠ જાેડાણ અને ઉત્પાદકતા સાથે પસંદગીના પાર્ટનર તરીકે એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ તથા અસરકારક રેલવે પાર્ટનર તરીકે પીઆરસીએલને.
નિકાસ માટેના કાર્ગોને રેલવે સર્વિસ પર ખસેડવામાં આવ્યો છે, જેનાથી માર્ગો પરની ગીચતામાં ઘટાડો કરવામાં અને પરિવહનના કુલ સમયમાં ૧૫ ટકા સુધીનો ઘટાડો કરીને બજારમાં ઝડપથી પહોંચવામાં મદદ મળી છે.
એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના મેનેજિંગ ડિરેક્ટર જેકોબ ફ્રિસ સોરેન્સેને કહ્યું હતું કે, અમે અમારા વ્યૂહાત્મક સ્થાન સાથે લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમને સપોર્ટ કરવા અને મજબૂત કરવા સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ, જે અંતરિયાળ વિસ્તારને દરિયાઈ પરિવહન નેટવર્ક સાથે જાેડવા આદર્શ પ્રવેશદ્વાર પુરવાર થશે.
રેલવે સર્વિસ માર્ગ પરિવહનની સરખામણીમાં વિશ્વસનિયતા પણ વધારે છે અને નિકાસકારોને વિના વિલંબે તેમના પસંદગીની દરિયાઈ સેવા સાથે જાેડવામાં મદદ કરે છે. આ નવા જાેડાણ સાથે એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે ગુજરાતના ટાઇલ્સ અને સિરામિક્સ બજાર માટે વિશ્વસનિય પ્રવેશદ્વાર ઓફર કરવાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે.
સાઉથ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર વિકાસ અગ્રવાલે કહ્યું હતું કે, મઅર્સ્કમાં અમારી આકાંક્ષા અમારા ગ્રાહકોની સપ્લાય ચેઇનને સરળ બનાવવાની અને એની સાથે જાેડાણ સાધવાની છે, તો સંકલિત અને કાર્બન ઉત્સર્જનથી મુક્ત લોજિસ્ટિક્સ માટે કામ કરવાની છે.
ગયા વર્ષે અમે સમગ્ર દેશના વિવિધ પટ્ટાઓમાંથી વિવિધ ઉદ્યોગો અને ક્ષેત્રો માટે સંયુક્તપણે પ્રતિબદ્ધ રેલવે સેવાઓ શરૂ કરી છે. અત્યારે એક સિરામિક નિકાસકાર કંપનીઓ માટે અમે વધુ એક સેવા શરૂ કરી છે. અમે વધુને વધુ શિપર્સ સંકલિત સોલ્યુશનમાં મૂલ્ય શોધી રહ્યાં હોવાથી આ સમાધાનનો મોટા પાયે ઉપયોગ કરવા પણ કટિબદ્ધ છીએ, જે પસંદગીના પોર્ટ મારફતે જમીન વિસ્તાર અને દરિયાઈ પરિવહનના જાેડાણને આવરી લે છે.SS2KP