મોરબીના યુવાને જન્મદિવસને યાદગાર બનાવ્યો
૫૧૧૧ રૂપિયા મુખ્યમંત્રીશ્રી રાહતફંડમાં આપ્યા
મોરબી, સૌ કોઇ સામાન્ય નાગરિક પણ કોરોના સામે વડાપ્રધાન રાહત ફંડ તેમજ મુખ્યમંત્રી રાહત ફંડમાં ઉદાર હાથે પોતાનો ફાળો નોંધાવી રહ્યા છે ત્યારે મોરબીના એક યુવાને પોતાના જન્મદિવસને હંમેશ માટે યાદગાર બનાવ્યો છે. કોરોના મહામારીને પગલે સમગ્ર દેશ લોકડાઉન છે તે ઉપરાંત કોરોના સામેના જંગમાં નાગરિકો પોતાનું આર્થિક યોગદાન આપી રહ્યા છે. મોરબીના યુવાને પોતાના જન્મદિવસ નિમિતે ૫૧૧૧ ની રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરી છે
મોરબીના પંચાસર રોડ પર કિશનપાર્કમાં રહેતા અને જુનાગઢની નોબલ હોમિયોપેથી કોલેજમાં BHMS અભ્યાસ કરતા રાજન બાલકૃષ્ણ અંબાણી નામના યુવાનનો જન્મદિવસ હોય જેની ઉજવણી તેને પ્રેરણાદાયી રીતે કરી હતી યુવાને પોતાના ૨૦મા જન્મદિવસ નિમિતે મુખ્યમંત્રી રાહત ફંડમાં ૫૧૧૧ ની રકમ અર્પણ કરી જન્મદિવસ ઉજવ્યો હતો. આ યુવાને મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલને ચેક અર્પણ કર્યો હતો.