મોરબીના યુવાન: ભામાશાએ શહીદોનાં પરિવારને રૂબરૂ મળી ૫૮ લાખની સહાય કરી

મોરબી, મોરબીના ઉદ્યોગપતિ યુવાને પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને મળી ૧.૧૦ લાખ કીમી કાપી ૫૮ લાખ રૂપિયાની સહાય હાથો હાથ ચૂકવી હતી આગામી ૨૨ ફેબ્રુઆરીથી કેરળ,કર્ણાટક,તમિલનાડુ ના બાકી રહેલા શહીદ જવાનોના પરિવારોને સહાય આપવાનું શરૂ કરશે.
મોરબી તમામ જગ્યાએ આવેલ મુસીબતોમાં અગ્રેસર હોય છે જેમાં પુલવામાં માં થયેલા આતંકી હુમલામાં અનેક આર્મીના જવાનો શહીદ થયા હતા. આ હુમલામાં આપણા જવાનોની સાથે સાથે યુવા પત્નિઓ ,બાળકો અને વૃદ્ધ માતા પિતાઓના સપનાઓઅને આશાઓએ પણ શહીદી વ્હોરી હતી. આ હુમલા બાદ મોરબીમાંથી જાહેર જનતાથી માંડી ,સીરામીક એશો.,કલોક એશો.,કાપડ એશો.સહિતના ઉદ્યોગકારો આર્થિક સહાય માટે આગળ આવ્યા હતા અને એક મેસેજ થી જ કરોડો રૂપિયાનું દાન શહીદોના પરિવારના બેંકોમાં જમા કરાયું હતું તેમજ લોકડાયરો ગોઠવી રૂબરૂ બોલાવી આપવામાં આવ્યા હતા.
જેમાં મોરબી ના યુવા ઉદ્યોગ પતિ અજય લોરિયાની સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા છે જેમાં યુવા ઉદ્યોગપતિ અજય લોરીયા દ્વારા જમ્મુ કશ્મીરના પુલવામામાં ૨૦૧૯ થયેલા આંતકી હુમલા બાદ પરિવારો ને મળી તેની વેદનાઓ જાણી હતી. લોરિયાએ જુદા જુદા ૩૮ રાજ્યોમાં ફરી એક લાખ દસ હજાર કિલોમીટર ની મુસાફરી કરી શહીદોના પરિવારોને હાથો હાથ રૂપિયા ૫૮ લાખની જંગી સહાય ની આર્થિક મદદ કરી હતી. લોરિયાએ ખરા અર્થમાં દેશભક્તિના દર્શન કરાવ્યા હતા એટલું જ નહીં પોતાની ફેકટરીમાં પાકિસ્તાન મુરદાબાદ લખેલી સ્પેશ્યલ ટાઈલ્સ બનાવડાવી હતી.
મોરબી સહિતના શહેરોમાં શૌચાલયો માં ચોંટાડી અનોખો વિરોધ અને રોષ વ્યકત કર્યો હતો ત્યારે પુલવામાં માં થયેલા હુમલા નું આજે ૧ વર્ષ પૂર્ણ થતા આજ રોજ થયેલા શહીદ જવાનોને ભારત માતા એમની આત્માને શાંતિ આપે એવી પ્રભુ ને પ્રાર્થના કરાઈ હતી. તમામ જવાનો માટે ગૌશાળા માં દાન આપી અને આગામી તારીખ ૨૨ ફેબ્રુઆરી ના રોજ દક્ષિણ ભારતમાં બાકી રહેલા શહીદો પરિવાર જનોને પણ રૂબરૂ મળી તેઓની વેદના જાણવા માંટે યુવાન અજય લોરીયાએ સંકલ્પ કરી લીધો છે લોરિયાએ આજ દિન સુધીમાં ૧.૧૦ લાખ કિલોમીટર ખેડી ને ૫૮ લાખ ની સહાય કરેલ છૅ જો કે હજુ તે આ સહાયની રકમ નો આંકડો વધે તેવા પ્રયત્નો કરી રહ્યો છે ત્યારે મોરબી ના યુવા ઉદ્યોગ પતિ અજય લોરીયાએ ખરા અર્થમાં દેશભક્તિની મિસાલ કાયમ કરી છે તેમ કહેવામાં કોઈ શંકાને સ્થાન નથી.