મોરબીમાંથી ATMમાંથી તસ્કરો રૂ.૧૫.૭૦ લાખ ઉપાડી ગયા
મોરબી: મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ એ.ટી.એમ.માં તસ્કરોએ ખાતર પાડયું હતું અને યુનીયન બેન્કનું એટીએમ તોડી તસ્કરો રૂપીયા ૧૫,૭૦ લાખની ચોરી કરી ગયાનું બહાર આવતા પોલીસમાં દોડધામ મચી ગઇ છે. હાલ તાલુકા પોલીસે સીસીટીવી ફ્ુટેજના આધારે તસ્કરોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ આદર્યો છે.
મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામની સીમમાં આવેલ સેવેન સેરા મોલમાં દુકાન નંબર-૪૭ માં આવેલ યુનીયન બેન્કનું એટીએમમાં તારીખ-૧૬ ના રોજ બપોરના બે વાગ્યાથી તારીખ-૧૭ ના રોજ બપોરના સાડા બારેક વાગ્યા દરમ્યાન કોઇપણ વખતે તસ્કરો ત્રાટકયા હતા અને એટીએમની નાણાની તીજાેરી તોડી એટીએમમાં નુકશાન કરી તેમા રહેલ રૂપીયા ૧૫,૭૦,૫૦૦ની કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી ગયા હતા. આ બનાવની જાણ થતા તાલુકા પોલીસ કાફ્લો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
પોલીસે આ ચોરીના બનાવ અંગે હાલ ફ્રિયાદ નોંધી હતી.જેમાં આ બૅંકના કર્મચારી સંજયભાઇ વિનોદભાઇ રાજપુરાએ અજાણ્યા શખ્સો સામે એટીએમમાં તોડફેડ કરી મોટો દલ્લો ચોરી કરી ગયાની ફ્રિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાસ્થળે સીસીટીવી ફ્ુટેજના આધારે તસ્કરોનું પગેરું દબાવવા માટે તપાસ હાથ ધરી છે. જાે કે એટીએમમાં તોડફેડ કરી મોટો દલ્લો ચોરીની ઘટનાથી જિલ્લાભરમાં ચકચાર મચી ગઇ છે. આ બનાવ અંગે ડીવાયએસપી એચ.એન.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઇ એમ.આર.ગોઢાણીયા સહિતની પોલીસની ટીમો સઘન તપાસ ચાલવી રહી છે.