મોરબીમાં ઓનર કિલિંગની ઘટના
હાલ તો પોલીસે યુવાનની હત્યાના ગુનામાં યુવતીની માતા સહિતના ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.
મામાએ ભાણીના પ્રેમીનું અપહરણ કરીને ઢોર માર મારતા મોત
મોરબી,વર્તમાન સમયમાં પ્રેમ સબંધમાં કરૂણ અંજામ આવ્યું હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. મોરબી જીલ્લામાં તાજેતરમાં આવી જ એક ઘટના બની હતી. જેમાં યુવાને તેના વિસ્તારમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જેની જાણ યુવતીની માતા સહિતના પરિવારને થતા યુવાનનું યુવતીની માતા અને બે મામા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. તેને ઢોર માર મારવામાં આવ્યો હતો.
જેથી યુવાનનું મોત નીપજતા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ હતી. હાલ તો પોલીસે યુવાનની હત્યાના ગુનામાં યુવતીની માતા સહિતના ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા મિતેશ ભરતભાઇ કુબાવતને (ઉ.૪૫) તેના જ વિસ્તારમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જેની જાણ યુવતીના ઘરે થઇ જતાં યુવતીની માતા અને તેના બે મામાએ મળીને યુવાનનું અપહરણ કર્યું હતું.
યુવાનને વાડીએ લઈ જઈને માર માર્યો હતો. જેથી ગંભીર રીતે ઇજા પામેલા મિતેશને સારવાર માટે ખસેડાયો હતો. જાે કે, સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજ્યું છે. જેથી મિતેશની માતાએ આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. મહેન્દ્રનગર ગામે શીતળા માતા ધાર વિસ્તારમાં રહેતો મિતેશ ભરતભાઇ કુબાવત તેના પિતરાઇ ભાઈની સાથે ગામમાંથી બુલેટ લઈને જઇ રહ્યો હતો ત્યારે તા ૪ ના રોજ સાંજે પાંચેક વાગ્યે પરેશભાઇએ મિતેશના બુલેટમાં તેનું બાઇક અથડાવ્યું હતું અને બાદમાં ધર્મેશભાઇએ પાછળથી સફેદ કલરની આઇ-૧૦ ફોરવ્હીલર ગાડીમાં આવીને લાકડાના પાવડાના હાથાના ધોકા વડે માર માર્યો હતો.
પરેશભાઇ તથા ધર્મેશભાઇએ મિતેશનું તેની કારમાં અપહરણ કર્યું હતું અને સી.એન.જી. ગેસના પંપ પાછળ વાડી વિસ્તારમા તેને લઇ જઇને લાકડાના ધોકા વડે શરીરે આડેધડ માર માર્યો હતો. મીનાબેને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી ઇજા પામેલા મીતેશનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયું હતું. મૃતક યુવાનને જે યુવતી સાથે પ્રેમ હતો તે યુવતી તેની સાથે જ લગ્ન કરવા માટે પરિવારના સભ્યોને કહેતી હતી. જેથી યુવતીની માતા અને તેના બે મામાએ મળીને યુવાનને માર મારવા માટેનો પ્લાન બનાવ્યો હતો. તેનું અપહરણ કરીને તેને માર માર્યો હતો. જેથી કરીને યુવાનનું તો મોત નીપજયું છે. જાે કે, યુવતીની માતા અને બંને મામા હાલમાં હત્યાના ગુનામાં ફિટ થઈ ગયા છે.sss