મોરબીમાં કારચાલકે રાહદારીને ટક્કર મારતા મોત નિપજયું
મોરબી: મોરબીની આરટીઓ કચેરી નજીક બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય લોકોને ઈજા થતા તેને સારવાર મતે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ મોરબીની જૂની આરટીઓ કચેરી પાસે જીજે ૦૩ સીઆર ૭૮૦૭ નંબરની કાર અને એક હીરો સ્પ્લેન્ડર બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઇકસવાર ભરતભાઈ માનસિંગભાઈ પારઘીનું મોત નીપજ્યું છે. જ્યારે બાઇક પર રહેલ પંકેશભાઈને સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા તો બાઈક ચાલક અનિલભાઈને ગંભીર ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી.
તો ધટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહ પી એમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુમાં માહિતી મળી હતી કે મરણજનાર ભરતભાઈ પારધી અને પંકેશભાઈ બંને ખેત મજુરો છે અને અમરેલી ગામે અનિલભાઈનું ખેતર જાેવા માટે ગયા હતા બાદમાં અનિલભાઈ તેમનું ખેતર દેખાડીને તેના ઘરે મુકવા જઈ રહ્યા હતા દરમિયાન રોડ ક્રોસ કરતા સમયે કારના ચાલકે ત્રિપલ સવારી બાઈકને હડફેટે લીધું હોય અને ભરતભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.હાલ મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે