મોરબીમાં ત્રણ ઈસમો ઘુસ્યા ઘરમાં, સગીરાનું અપહરણ કરી ફરાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/kidnapping.jpg)
Files Photo
મોરબી: મોરબીમાં બિહાર સ્ટાઈલથી ત્રણ અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી સગીરાનું બળજબરીથી અપહરણ કરી ગયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં ગઈકાલે તા ૩૦ ના રોજ બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરના ફળિયામાં કપડાં ધોતી હતી. ત્યારે ત્રણ અજાણ્યા આશરે ૨૦ થી ૨૫ વર્ષના શખ્સો આવી ચડ્યા હતા અને સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપી બળજબરીથી અપહરણ કરીને નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.