મોરબીમાં બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત નિપજયું
મોરબી , મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સોસાયટી પાસેથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનનું બાઇક કોઈ કારણોસર રસ્તા ઉપર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને નીચે પટકાયેલા યુવાનનું માથું ફૂટપાથ સાથે ભટકાયું હતું અને તેને માથામાં ગંભીર ઈજા થવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતકના ભાઇની ફરિયાદ લઈને મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લાલપર ગામ પાસે સિરામિક સિટી એફ-૧ બ્લોક નંબર ૧૦૨ માં રહેતા મોહિતકુમાર નંદકિશોર શ્રીવાસ (૨૦) પોતાનું બાઇક નંબર જીજે ૩ એચસી ૫૨૦૩ લઈને મોરબીનાસામાકાંઠા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સોસાયટી પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે કોઇ કારણોસર તેનું બાઇક સ્લીપ થયું હતું અને મોહિતકુમારનું માથું રોડ સાઈડમાં આવેલ ફૂટપાથ સાથે અથડાયું હતું.
જેથી તેને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલમાં પોલીસે મૃતક યુવાનના ભાઈ રોહિતભાઈ નંદકિશોર શ્રીવાસ (૨૫) રહે. સિરામિક સિટી વાળાની ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.HS3KP