મોરબીમાં મેલડી માતાના દર્શને જતા કાર પલટી : એકનું મોત, ૧૯ ઘાયલ
મોરબી: મોરબીના આરટીઓ કચેરી નજીક મેલડી માતાજીના દર્શનાર્થે જતી બોલેરો પીકઅપ કાર પલટી મારી જતા એક મહિલાનું મોત અને ૧૯થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ૧૦૮નો કાફોલ ખડકાઈ ગયો હતો અને એકપછી એક ઇજાગ્રસ્તોને હાસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હાલમાં ઇજાગ્રસ્તોની સારવાર થઈ રહી છે જેમાં કેટલાક લોકોને ગંભીર ઇજાઓ પણ પહોંચી હોવાના અહેવાલો છે.
પ્રાપ્ત વિગત અનુસાર મોરબી અને જાંબુડિયાના રહેવાસી ૨૦ થી વધુ લોકો બોલેરો પીકઅપ કારમાં બેસીને આરટીઓ નજીક આવેલ ખાખરાવાળી મેલડી મંદિરે માનતાનો રાખેલો તાવો કરવા જતા હતા એ દરમ્યાન મોરબીની આરટીઓ કચેરી નજીક મચ્છુ ૦૩ ડેમ પર આવેલ પુલ પર જ અચનલ બોલેરો પીકઅપ કાર પલટી મારી હતી બોલેરો પીકઅપમાં સવાર ૧૯ થી વધુને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મંજુબેન (વાલીબેન) રૂડાભાઈ પરમાર (ઉ.વ.૩૨) રહે શક્તિ ચેમ્બર પાસે મોરબી વાળાનું મોત થયું હતું
અકસ્માતના બનાવની જાણ થતા મોરબી ૧૦૮ ટીમ ટીમ દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં ૧૦૮ ની ટીમે અકસ્માતમાં ઈજાગ્રસ્ત ગણેશ તેજા (૨૪) જયેશ ઘોઘા (૦૫), ધવલ બાવલા (૪), કૈલાશ બાબુ (૨૫), રૂડાભાઈ તેજાભાઈ (૨૮) તુષાર રૂડાભાઈ (૧૧), કિશોર સિંઘવ (૧૯) પરેશ સિંઘવ (૦૯)ને ઇજા પહોંચી હતી. અકસ્માતના બનાવની જાણ થતા મોરબી ૧૦૮ ટીમ ટીમ દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા
જેમાં ૧૦૮ ની ટીમે અકસ્માતમાં ઈજાગ્રસ્ત ગણેશ તેજા (૨૪) જયેશ ઘોઘા (૦૫), ધવલ બાવલા (૪), કૈલાશ બાબુ (૨૫), રૂડાભાઈ તેજાભાઈ (૨૮) તુષાર રૂડાભાઈ (૧૧), કિશોર સિંઘવ (૧૯) પરેશ સિંઘવ (૦૯)ને ઇજા પહોંચી હતી. જોકે બનાવ ક્યાં કારણ સર બન્યો એ હજુ સુધી જાણવા મળી શક્યું નથી પરંતુ રવિવારે મંદિરે જતાં દર્શનાર્થીઓ ને ગમખ્વાર અકસ્માત નડતા અંધશ્રધ્ધાની વાતોએ પણ જોર પકડયું છે હાલ મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.