Western Times News

Gujarati News

મોરબીમાં યુવકનું અપહરણ કરાયાના થોડા કલાકોમાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા

મોરબીમાં યુવકના અપહરણનો ભેદ ઉકેલાયો

ધરપકડ કરાયેલા આરોપીઓમાં પરિણીતાના પતિ, સસરા, દિયર સહિતનાઓનો સમાવેશ થાય છે, હજુ આ બનાવમાં બે આરોપીઓને પકડવાના બાકી છે

મોરબી, મોરબીમાં એક યુવકનું અપહરણ કરાયાના થોડા કલાકોમાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી જેલમાં ધકેલી દીધા હતા. મળતી જાણકારી અનુસાર, મોરબીના રવાપર ગામે રાજકોટની પરિણીતા સાથે લિન ઇનમાં રહેતા યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણની જાણ થતા પરિણીતાએ મોરબી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે પણ બનાવની ગંભીરતાને લઈ તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન આરોપીઓનું લોકેશન ટ્રેસ કરતા અપહરણકારો જસદણ તરફ ભાગ્યા હોવાની જાણ થતા પોલીસે પીછો કર્યો હતો. દરમિયાન જસદણના ભડલી નજીક ભૂપતભાઈ આલની વાડીએ અપહરણકારોએ તેને બાંધી રાખ્ચો હતો. પોલીસે અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરી સાત અપહરણકારોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં પરિણીતાના પતિ, સસરા, દિયર સહિતનાઓનો સમાવેશ થાય છે.

હજુ આ બનાવમાં બે આરોપીઓને પકડવાના બાકી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ હામાભાઈ કરમટા, ભૂપત આલ, લાલજી ખાંભલા, ભરત કરોતરા, શક્તિસિંહ વાળા, સંજય મિથાપરા અને અશોક ઘરજીયા તરીકે થઇ હતી. જ્યારે પરિણીતાનો પતિ હરેશ કરમટા અને માત્રાભાઈ કરમટા હજુ ફરાર છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે વર્ષાબેન કરમટાએ બે માસ પૂર્વે રમેશ નાગહ સાથે મૈત્રી કરાર કર્યા હતા અને બંને મોરબીના રવાપર ગામે ભાડે મકાન રાખી રહેતા હતાં.

પોલીસ ફરિયાદ મુજબ મોરબીના રવાપર ગામે ઉમિયા સોસાયટીમાં રાજકોટની પરિણીતા વર્ષાબેન હરેશભાઇ કરમટા સાથે છેલ્લા બે માસથી ભાડાના મકાનમાં રહેતા રમેશભાઈ ખોડાભાઈ નાગહનું વર્ષાબેનના પતિ, સસરા અને દિયર સહિતના શખ્સોએ ઇકો ગાડીમાં અપહરણ કરી નાસી જતા વર્ષાબેને સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ટીમે જસદણ તાલુકાના ભડલી ગામની સીમમાં આવેલ ભુપતભાઇ ઘુઘાભાઈ આલની વાડીએ છાપો મારી રમેશભાઈ ખોડાભાઈ નાગહને વાડીની ઓરડીમાંથી મુક્ત કરાવ્યા હતા.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.