મોરબીમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા વેપારીની આત્મહત્યા
મોરબી, મોરબીનાં ગ્રીનચોકમાં સાધના હોટેલ નામથી ચા અને આઈસ્ક્રીમનો ધંધો કરતા સંજયભાઈ બચુભાઇ કારીયાએ ખાખરાવાળી મેલડી માતાજીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી જેમાં સુસાઈડ નોટમાં મુંબઈ ખાતે તેના સાળા ચિરાગ અને પ્રશાંત મહેતા વચ્ચે કલબ ચાલુ કરી હતી.
જેમાં કલબના ૨૫ લાખ રૂપિયામાં વચ્ચે જામીન પડેલા હતા. સમય જતાં ક્લબમાં નુકસાન આવતા કલબ બંધ કરે હતી. અને આ પચીસ લાખ પૈકી પાંચ લાખ આપી દીધા હોવા છતાં મૃતક સંજય કારીયા જામીન હોય આરોપી પ્રશાંત મહેતા બાકી રહેલા વિસ લાખના વ્યાજના વ્યાજ મળી કુલ ૯૦ લાખ થઈ જતા વિસ લાખ ચૂકવ્યા હોવા છતાં પ્રશાંત મહેતા નામના વ્યક્તી દ્વારા પઠાણી ઉઘરાણી કરતા હોવાથી કંટાળી પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરાયો હતો.
જેમાં મૃક્ત સંજયભાઈ કારીયાના પત્નિ હેતલબેન સંજયભાઈ કારીયા (ઉ.વ.૪૩)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમનાં પતિએ વચ્ચે રહીને ફરિયાદીનાં કુટુંબી ભાઈ ચિરાગભાઈ પ્રભુભાઈ ભીંડાને આરોપી પ્રશાંત મહેતા પાસેથી ૨૫ લાખ અપાવેલ હોય જે રૂપિયા ચિરાગભાઈ આપતા ન હોય જેથી આરોપી પ્રશાંતભાઈ ફરિયાદીનાં પતિ સંજયભાઈ કારીયા પાસે ઉઘરાણી કરતા હતા.