મોરબીમાં ૧૫ પરિવારે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

મોરબી, મોરબીમાં હિન્દુ કે અન્ય ધર્મની વિધિઓ અને તેની પરંપરા ત્યાગ કરી બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવા ૧૫ પરિવારેના ૬૫ લોકોએ પ્રતિજ્ઞા લીધીમોરબીમાં ૧૫ પરિવારે એક સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો છે.વિજયનગરમાં સમ્રાટ અશોક બુદ્ધ વિહાર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આજે સવારે ૯ વાગ્યે બૌદ્ધ ધર્મની પરંપરા મુજબ ૧૫ પરિવારના ૬૫ લોકોએ અન્ય ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અંગીકાર કરી દીક્ષા લીધી હતી.
પોરબંદર અને અમદાવાદ બુદ્ધ વિહારના બૌદ્ધ ધર્મના સંતોએ દીક્ષા લેવડાવી હતી.હિન્દુ કે અન્ય ધર્મની વિધિઓ અને તેની પરંપરા ત્યાગ કરી બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવા પ્રતિજ્ઞા પણ લીધી હતી. આપને જણાવી દઈએ કે કલેકટર તમામ મંજૂરી સાથે સમ્રાટ અશોક વિહાર બૌદ્ધ વિહારના નેજા હેઠળ ધમ્મ દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો તે પહેલા ૧૫ પરિવારના ૬૫ લોકોએ રોહિદસપરામાં ભવ્ય ધમ્મ યાત્રા નીકાળી હતી. જેમાં ડો. બાબા સાહેબ આંબેડકરના બૌદ્ધ ધર્મ પ્રત્યેના વિચારોથી પ્રભાવિત થઈ લોકોએ સરકારી મંજૂરી સાથે બોદ્ધ ધર્મને અપનાવ્યો હતો. ભવ્ય ધમ્મ યાત્રા બાદ તેઓને વિધી મુજબ ધમ્મ દીક્ષા લેવડાવવામાં આવી હતી.SS3KP