મોરબીમાં ૩૨ વર્ષનો યુવાન ત્રીજા માળેથી નીચે પટકાતા મોત નીપજ્યું
મોરબી: મોરબીમાં અપમૃત્યુનો બનાવ સામે આવ્યો છે. જેમાં ૩૨ વર્ષનો યુવાન અચાનક જ ત્રીજા માળેથી નીચે પટકાઈ જતા તેનું મોત નિપજ્યું હતું. યુવાન કેવી રીતે નીચે પડ્યો તે અંગેની તપાસ સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરાઇ છે. મરનારે આપઘાત કર્યું કે કેમ તે અંગે પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાં ત્રીજા માળેથી નીચે પડતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.મળતી માહિતી મુજબ મોરબીના પ્રધાનમંત્રી આવસ યોજનાના મકાનમાં રહેતા કરણભાઈ પુનાભાઈ ગોસ્વામી (ઉ.૩૨) કોઈ કારણોસર આવાસ યોજનાના ત્રીજા માળેથી નીચે પડતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે તો મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.જયારે પરિવારમાં શોક ફેલાયો છે.