Western Times News

Gujarati News

મોરબીમાં ૬૪ સંસ્થાના ૩૮૯૩ શ્રમિકોને માર્ચ માસના પગારના રૂ ૮,૬૬,૦૩,૦૫૫ ચુકવાયા

મોરબી,  નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. જે બાબતે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. અને કેન્દ્રિય ગૃહ મંત્રાલયના જાહેરનામાંથી તા.૨૫/૩/૨૦૨૦ થી ૨૧ દિવસ સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકુફ રાખવા વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.

જે અન્વયે મોરબી જિલ્લામાં તમામ રોજગાર પુરા પાડતા ઉધોગો, વ્યાપારીક, વાણીજય સંસ્થા/દુકાનો, કોન્ટ્રાકટરોએ તેમના કામદારોને લોકડાઉનના સમય દરમિયાનના ઉધોગો, વાણીજય સંસ્થા/દુકાનો બંધ રહયા હોઇ તો પણ કામના સ્થળે નિયત થયેલ મહેનતાણું નિયત થયેલ તારીખે જ કોઇપણ પ્રકારના કપાત વગર પુરેપુરું ચુકવવાનું રહેશે.

ઉકત જણાવેલ બાબતે મોરબી જિલ્લામાં તા.૦૯-૦૪-૨૦૨૦ સુધીમાં મદદનીશ શ્રમ આયુકતની કચેરી મોરબીના પ્રયાસ દ્વારા જિલ્લાની કુલ ૬૪ સંસ્થામાં ૩૮૯૩ શ્રમયોગીઓને રૂ ૮,૬૬,૦૩,૦૫૫ માર્ચ-૨૦૨૦ના પગારની શ્રમયોગીઓને ચુકવણી કરાવવામાં આવેલ છે અને હાલમાં પણ આ કાર્યવાહી ચાલુમાં છે તેવું મોરબી જિલ્લાના મદદનીશ શ્રમ આયુકતશ્રી બી.જે.મહેતા દ્વારા જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.