Western Times News

Gujarati News

મોરબીમાં NDRFની ટીમે 47 વિદ્યાર્થીઓને બચાવ્યા

મોરબી (ગુજરાત): પૂરની સ્થિતિ ભયંકર રહેવાની સાથે રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ની ટીમે શનિવારે મોરબી જિલ્લાની કસ્તુરબા ગાંધી ગર્લ્સ સ્કૂલના 47 વિદ્યાર્થીઓ અને 6 શિક્ષકોને બચાવી લીધા છે. મોરબીમાં પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વિરાજસિંહ જાડેજાએ બે બાળકીઓને ખભા પર બેસાડીને લગભગ અડધો કિલોમીટર કેડસમા પાણીમાં ચાલીને બચાવ્યા હતા.  જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીનો મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થયો છે અને લોકોને સુરક્ષીત સ્થળે ખસી જવા માટે સુચના આપવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ અંગેની માહિતી મળતાં તેમણે જાતે પૃથ્વિરાજસિંહને  ફોન પર તેની બહાદુરીના વખાણ કર્યા અને શાબાશી આપી હતી.  મોરબીના આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.  એનડીઆરએફ અને હવાઈદળની ટીમો સતત ચાંપતી નજર રાખીને પૂર પ્રભાવીત વિસ્તારોમાંથી લોકોને બચાવી રહ્યા છે. પૂરથી પ્રભાવિત એનડીઆરએફ ટીમે ચર્માડી વિસ્તારમાં બે સગર્ભા સ્ત્રીઓ  85 ફસાયેલા રહેવાસીઓને બચાવી લીધા છે.

નવલખી વિસ્તારમાં પણ 486 મીમી જેટલા વરસાદને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. રેલવે દ્વારા પણ પૂરના પાણી પાટા પર ફરી વળવાના કારણે રેલ વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.