મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ દ્વારા પ્રધાનમંત્રી/મુખ્યમંત્રી રીલીફ ફંડમાં ફાળો આપ્યો
મુખ્યમંત્રી રાહત ફંડમાં ૨૦ લાખ ૫૧ હજાર પ્રધાનમંત્રી રાહત ફંડમાં ૫ લાખ ૫૧ હજારનો ફાળો નોંધાવાયો
મોરબી, સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કોરોના વાયરસના સંદર્ભે લોકોની સહાય માટે રીલીફ ફંડમાં ઉદાર હાથે સહયોગ કરવાની અપીલ કરી હતી. આ જાહેર અપીલના પગલે અનેક સેવાભાવી સંસ્થાઓ, ઉદ્યોગગૃહો, સ્વૈચ્છીક સંસ્થાઓ, સામાન્ય નાગિરકોએ પણ પોતાની બચતમાંથી પણ કોરોના સામેની જંગ લડવા માટે ફંડ નોંધાવ્યું છે. જેમાં એક ડગલુ આગળ વધીને મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ દ્વારા પ્રધાનમંત્રી/મુખ્યમંત્રી રીલીફફંડમાં ફાળો આપ્યો છે.
મોરબી જિલ્લાની શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબીએ મુખ્યમંત્રી રીલીફ ફંડમાં રૂ. ૫,૦૦,૦૦૦/-, શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાંકાનેરએ મુખ્યમંત્રી રીલીફ ફંડમાં ૫,૦૦,૦૦૦/- , શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હળવદએ પ્રધાનમંત્રી રીલીફ ફંડમાં રૂ. ૫,૫૧,૦૦૦/- અને મુખ્યમંત્રી રીલીફ ફંડમાં ૫,૫૧,૦૦૦ તેમજ શ્રી મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંધ લી.(મયુર ડેરી) મોરબીએ મુખ્યમંત્રી રીલીફ ફંડમાં રૂ ૫,૦૦,૦૦૦/- નો ફાળો આપ્યો છે. આમ કુલ મુખ્યમંત્રી રાહત ફંડમાં વીસ લાખ એકાવન હજાર અને પ્રધાનમંત્રી રાહત ફંડમાં પાંચ લાખ એકાવન હજારનો ફાળો નોંધાવ્યો છે.