મોરબી જીલ્લા કક્ષાના ખેલ મહાકુંભમા વોલીબોલ ટુર્નામેન્ટ પરીપુર્ણ થઈ
ફાઈનલમા મોરબીની ઉમા સ્પોર્ટસ વિજેતા બની,રનર્સઅપમા હળવદની વિવેકાનંદ સ્પોર્ટસ રહી
(જીજ્ઞેશ રાવલ)હળવદ,
મોરબી જીલ્લા કક્ષાના ખેલ મહાકુંભ અંતર્ગત શુટીંગ વોલીબોલ ટૂર્નામેન્ટનુ આયોજન મોરબી જિલ્લા રમતગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરાની અધ્યક્ષતામા તેમજ પ્રાંત યુવા વિકાસ અધિકારી નાકિયા સાહેબ, ખેલ મહાકુંભ જિલ્લા કન્વીનર બાબુભાઈ હુંબલ તથા અશોકભાઈ પટેલની ઉપસ્થિતિમા મોહમદી લોકશાળા, ચંદ્રપુર તાલુકો વાંકાનેર ખાતે તારીખ 6/5/2022ના રોજ કરવામા આવેલ હતી.
આ ટુર્નામેન્ટમા ફાઇનલ મેચ ઉમા સ્પોર્ટસ મોરબી અને વિવેકાનંદ સ્પોર્ટસ હળવદ વચ્ચે રમાયેલ, જેમા ભારે રસાકસી બાદ ઉમા સ્પોર્ટસ મોરબી વિજેતા બનેલ અને વિવેકાનંદ સ્પોર્ટસ હળવદ રનર્સઅપ બનેલ હતી.
હળવદની ટીમમા જીગરભાઈ, હિરેનભાઈ, હરેશભાઈ, પરેશભાઈ, સચિનભાઈ અને અનિલભાઈ માલવણીયાએ હળવદ તાલુકાની ટીમનુ પ્રતિનિધિત્વ કરી ટુર્નામેન્ટમા સારો દેખાવ કર્યો હતો.આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે બાદી સાહેબ તથા અન્ય સ્કૂલના રમત ગમતના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવેલ હતી.
તસ્વીર-અહેવાલઃજીજ્ઞેશ રાવલ,હળવદ