મોરબી જીલ્લા પોલીસ પ્રશાસન દ્વારા પોલીશ હેન્ડ વોશ વાન તૈયાર કરાઈ

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ, કોરોના સંક્રમણના ભયાવહ કાળમા વિવિધ પોઈન્ટો પર નિર્ભીકતાથી ફરજ નિભાવતા અને આમ જનતાના સીધા સંપર્કમા આવતા પોલીસ કર્મીઓ,ફરજ દરમ્યાન સંક્રમણનો ભોગ ન બન તેવી વિશેષ કાળજી સાથે મોરબી જીલ્લા પોલીસ પ્રશાસન દ્રારા એક મિની માલ વાહક વાહનમા “પોલીસ હેન્ડ વોશ વાન” તૈયાર કરવામા આવેલ છે.જે વાન સમયાંતરે વિવિધ પોઈન્ટ પર ફરજ બજાવતા કર્મીઓ પાસે જઈ હાથ-મ્હોં ધોવાની સુવિઘા પુરી પાડે છે.
મોરબી “છ” ડીવીઝન પોલીસ ચોકીમા ફરજ બજાવતા કોન્સટેબલ ચકુભાઈ દેવશીભાઈ કરોતરા દ્રારા તૈયાર કરાયેલ ડીઝાઈન મુજબ આ ચાર-ચક્રીય માલ વાહક વાહન માહેની હેન્ડ વોશ વાનમા રૂતુને અનુસાર પાણીના તાપમાનને અનુકુળ અનૂકુળ રાખતી પાણીની સફેદ ટાંકી સાથે બે નળ,હેન્ડ વોશ લીકવીડ અને સાબુની સુવિધા રાખવામા આવેલ છે.આ વાનમા હાથ ધોતા પહેલા સેનેટાઈઝ કરાવ્યા બાદ જ હાથ-મ્હોં ધોવુ તેમજ વીસ સેકંડ સુધી હોથ ધોવાની સુચનાઓ દર્શાવવામા આવેલ છે,જેનો ચુસ્તપણે અમલ કરાવામા આવે છે.પોલીસ પ્રશાસન દ્રારા કર્મીઓની સુરક્ષા અંગેની ચિંતાને લઈ તૈયાર કરવામા આવેલ વાનને લીધે પોલીસ બેડા અને ખાસ કરીને પોલીસ કર્મીઓના પરીવારજનોમા આંનદની લાગણી સાથે પ્રશંસાને પાત્ર બનેલ છે.