Western Times News

Gujarati News

મોરબી RTO નજીક ચાકુની અણીએ લૂંટારૂં ટોળકી ત્રાટકી

મોરબી: મોરબીમાં મોડી રાત્રે આરટીઓ નજીક લૂંટારું ટોળકી ત્રાટકી હતી જેમાં એક પછી એક કારઅને બાઇકને આંતરીને આડેધડ માર માર્યો હતો જાે કે આ માર મારવાના કારણે લોકો ગભરાઈ ગયા હતા અને જે માંગ્યું એ આપી દીધું હતું અને જે વાહન ચાલકોએ રૂપિયા આપવાની ના પાડી તેને છરી અને ધોકા વડે માર માર્યો હતો.

જાેકે, આ ઘટનાએ થોડી જ વારમાં ચકચાર મચાવી દેતા પોલીસ સુધી ફોન રણકયા હતા જેને પગલે મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ, એલસીબી પીઆઈ વી બી જાડેજા એસઓજી એ ડિવિઝન બી ડિવિઝન પીઆઈ આઈ એમ કોંઢિયા તાલુકા પીએસઆઇ એ એ જાડેજા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો,

ત્યારે આ લૂંટારું ટોળકીના શખ્સો પણ હાથ વેતમાં હોવાનું જાણવા મળ્યું છે જેમાં હાલ રોહિત લો નામના ટંકારાના યુવાન સીરામીક યુનિટથી પરત આવી રહ્યો હતો ત્યારે ઘણા વાહન ચાલકોના કાચ તૂટેલા અને બાઈક પડ્યા હતા જાે કે યુવાન રોહિત પાસેથી રોકડ આઠ હજાર લૂંટયા હોવાનું યુવાને જણાવ્યું છે.

પોલીસે એક આરોપી ને પકડી પાડ્યો છે જેનું નામ આશીફ હોવાનું જાણવા મળ્યું છે જેથી આ ઈસમો લોકલ હતા કે મોરબીના એ પણ તપાસ હાથ ધરી છે જાે કેં પોલિસે હાલ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી મોરબી કચ્છ હાઇવે પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.