મોરવા હડફ ખાતે આરોગ્યપ્રધાન ઉપસ્થિતીમાં તાલુકાકક્ષાના હેલ્થમેળાનું આયોજન
-વિવિધ રોગોના દર્દીઓએ મેડીકલ ચેકઅપ કરાવ્યુ.
મોરવા હડફ, પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકા કક્ષાનો હેલ્થ મેળામાં રાજ્યપ્રધાન નિમીષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા.જેમા વિવિધ રોગોના દર્દીઓનું હેલ્થ-ચેકઅપ કરવામાં આવ્યુ હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો મીનાક્ષીબેન ચૌહાણની ઉપસ્થિતીમાં દ્રારા રાજ્ય સરકાર દ્રારા આપવામાં આવતી
આરોગ્યલક્ષી સેવાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી.સાથે હેલ્થ મેળામાં તાલુકા હેલ્થ કચેરી મોરવા હડફ દ્રારા પીએમજેએવાય-આયુષ્માન કાર્ડ, નિરામય ગુજરાત પ્રોગ્રામ અંતર્ગત એનસીડી સ્ક્રીનીંગ, આયુર્વેદીક હોમયોપેથીક ચિકિત્સા પધ્ધતિ માર્ગદર્શન અને આઈસીડીએસ શાખાનું સુપોષણ અભિયાન માટે વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા.
જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીએ લાભ લીધો. આ હેલ્થ મેળામાં સિવિલ હોસ્પિટલ ગોધરાથી આવેલા સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્રારા આરોગ્ય સેવાઓ આપવામાં આવી જેમાં કુલ ૯૮૮ લાભાર્થીઓએ લાભ લીધો.બાળરોગ નિષ્ણાંત દ્રારા ૨૦૮ લાભાર્થી માનસિક રોગ નિષ્ણાંત દ્રારા ૪૯ લાભાર્થી,આંખ રોગ નિષ્ણાંત દ્રારા ૧૮૮ લાભાર્થી,
કાન નાક ગળાના રોગ નિષ્ણાંત દ્રારા ૧૦૧ લાભાર્થી,સ્ત્રી રોગ નિષ્ણાંત દ્રારા ૮૯ લાભાર્થી,જનરલ ઓ.પી.ડી નિષ્ણાંત દ્રારા ૧૩૦ લાભાર્થી,ચામડી રોગ નિષ્ણાંત દ્રારા ૨૨૩ લાભાર્થી, એનીમીયા મુક્ત ભારત પ્રોગ્રામ અંતર્ગત ૧૧ થી ૧૮ વર્ષની કુલ ૪૨ કિશોરીઓની લોહીની તપાસ કરવામાં આવી હતી.