મોરવા હડફ ખાતે 14 પ્રતિભાશાળી શિક્ષકોને સન્માનિત કરવામા આવ્યા.
મોરવા હડફ, તાલુકા કક્ષાના સ્વાતંત્ર દિન ઉજવણી મોરવાહડફ મામલતદાર કચેરી ખાતે કરવામાં આવી હતી. મોરવાહડફના પ્રાંત અધિકારી વલૈય વૈદ્યના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતૂ.રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભાશાળી શિક્ષક અંતર્ગત સત્ર દીઠ એક શિક્ષક સન્માનિત કરવામાં આવે છે. વર્ષ 2021/22 ના પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે કરવામાં આવ્યું.
જેમાં તાલુકાના ૧૪ શિક્ષકોને પ્રાંત અધિકારી વલૈય વૈદ્ય, મામલતદાર મોરવા હડફ,તાલુકા વિકાસ અધિકારી મોરવા હડફ તેમજ અનેક રાજકીય આગેવાનોના વરદ હસ્તે પ્રમાણપત્ર, ટ્રોફી અને શીલ્ડથી સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ચેતનાબેન પરમાર તથા બી.આર.સી.કો. ઑ. દિનેશભાઇ પરમાર સહિત તમામ સી.આર.સી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
શિક્ષકોને ટ્રોફી તથા શીલ્ડ સ્વ. બળવંતસિંહ માનસિંહ પરમાર ના સ્મરણાર્થે તેમના સ્વજનો દ્વારા આપવામાં આવ્યા હતા. તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઉદયસિંહ બારીઆએ પણ આર્થિક સહયોગ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બી.આર.સી.કો.ઓર્ડીનેટર કર્યું હતું.