મોરારિબાપુ પોતાની પહેલી શિબિરના શિબિરાર્થીને મળવા તેનાં ઘરે પહોંચ્યા
જામનગર, પ.પૂ.મોરારિબાપુ ૧૯૭૦-૧૯૮૦ના દાયકામાં યુવાનો માટે શિબિર કરતા મોરારિબાપુની જામનગર જિલ્લાના અલિયાબાડા મુકામે યોજાયેલ પ્રથમ શિબિરના એક શિબિરાર્થી મનોજ મ.શુક્લ ગાંધીનગરમાં વસે છે. તાજેતરમાં બાપુ ગાંધીનગર એક કાર્યક્રમમાં આવ્યા ત્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તરત જ સીધાં પોતાના જુના શિબિરાર્થી મનોજ શુક્લને ઘરે પહોંચીને તેમની ખબરઅંતર પૂછી હતી.
એ જ રીતે મનોજ શુક્લના કોલેજકાળના મિત્ર, જાણીતા કેળવણીકાર,લેખક અને સણોસરા લોકભારતી યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડો.ભદ્રાયુ વછરાજાની પણ પાટનગરમાં સામાજિક પ્રસંગે આવતા મનોજ શુક્લને મળવા પહોંચી ગયા હતા.