મોરેટોરિયમ લેનાર ૭૫ ટકા કંપનીઓ પહેલાથી જ સંકટમાં
મુંબઇ, આરબીઆઇ તરફથી દેવાદારોને રાહત આપવા માટે ૩૧ ઓગષ્ટ સુધી આપવામાં આવેલ મોરરેટોરિયમ સુવિધાનો લાભ ઉઠાવનારી ૭૫ ટકા કંપનીઓની નાણાંકીય સ્થિતિ મહામારીથી પહેલા જ ખરાબ હતી
રેટિંગ એજન્સી ક્રિસિલે જારી એક સર્વેમાં જણાવ્યું હતું કે અર્થવ્યવસ્થાની સુસ્ત ગતિની અસર ગત વર્ષ જ કંપનીઓ પર જાેવા મળી રહી છે.
રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર દેશભરમાં બિન નાણાંકીય વિસ્તારની ૨.૩૦૦ કંપનીઓ પર કરવામાં આવેલ સર્વેમાં માહિતી મળી છે કે ત્રણ તૃત્યાંશ કંપનીઓ પહેલાથી જ દેવા વળતરને લઇ દબાવ સહન કરી રહી હતી
કોવિડ ૧૯ મહામારીમાં લોકડાઉન શરૂ થયા બાદ આરબીઆઇએ માર્ચથી ઓગષ્ટ સુધી એએમઆઇ વળતર પર છુટ આપી હતી
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે મહામારી પહેલા જ ભારતની જીડીપી વૃધ્ધ એક દાયકાના નીચલા સ્તર પર પહોંચી ગઇ હતી અને જાન્યુઆરી માર્ચ ત્રિમાસીકમાં વિકાસ દર ૩.૧ ટકા પર આવી ગયો હતો.
ક્રિસિલે જણાવ્યું હતું કે મોરેટોરિયમ સુવિધા લેવનારી ૩૦૦૧-,૫૦૦ કરોડ સુધી ટર્નઓવર વાળી નાની કંપનીઓની સંખ્યા ૧,૫૦૦ કરોડથી વધુ ટર્નઓવર વાળી કંપનીઓની સરખામણીમાં લગભગ ત્રણ ગણા વધુ.
રેટિંગ એજન્સીના નિદેશક રાહુલ ગુહાએ કહ્યું કે મોરેટોરિયમે કાર્યગત મુડી સંકટથી સહન કરી રહેલ કંપનીઓને મોટો સહારો આપ્યો છે
તેનો સૌથી વધુ લાભ પણ રત્ન અને આભૂષણ હોટલ ઓટો ઉપકરણ ઓટોમાબાઇલ ડીલર્સ અને ઉર્જા કંપનીઓ અને પેકેજિંગ ઉદ્યોગને મળ્યો છે. HS