Western Times News

Gujarati News

મોરેશિયસમાં જાપાનીઝ જહાજના ભારતીય કેપ્ટનની ધરપકડ

પોર્ટલુઇસ, મોરેશિયસના અધિકારીઓ એ જાપાની સ્વામિત્વવાળા જહાજના એક ભારતીય કેપ્ટનની ધરપકડ કરી છે એ યાદ રહે કે આ એજ જ જુનુ જહાજ હતું જેમાંથી ઓઇલ લીક થયા બાદ પર્યટન પર આધારિત અર્થવ્યવસ્થાવાળા આ દેશમાં પર્યાવરણ કટોકટી લગાવવી પડી હતી.૨૫ જુલાઇના રોજ જહાજ અહીના કોરલ રીફ પાસે પહોંચ્યુ હતું આ દરમિયાન શરૂ થયેલા તેલ લીક ત્યાં રહેલા પર્યટકોને ડરાવી દીધી હતાં જાે કે અધિકારીઓ હજુ એ ખુલાસો કરી શકયા નથી કે આખરે સિંગાપુરથી બ્રાઝિલ થઇ રહેલું જહાજ આ દરિયાઇ ટાપુની આટલી નજીક કેવી રીતે પહોંચી ગયું.

પોલીસ અધિકારીઓએ જહાજના ભારતીય કેપ્ટન અને તેમના ડેપ્યુટી કેપ્ટનની ધરપકડની પુષ્ટી કરતા તેમને કોર્ટમાં હાજર કરવાની જાણકારી આપી પોલીસ વિભાગના પ્રવકતા ઇન્સ્પેકટર શિવા કોથેને કહ્યું કે આ કેસની તપાસ ચાલુ છે અને બાકીના ક્રુ મેમ્બર્સની પુછપરછ થશે. એ યાદ રહે કે ફ્રાન્સના નિષ્ણાંતો મદદમાં જાેડાયેલા છે આ બાજુ મોરેશિયસની મદદ કરી રહેલી જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સીના જણાવ્યા મુજબ લીક થયેલા ઓઇલમાંથી મોટાભાગનું હટાવી લેવાયુ છે અને ખુબ જ ઓછું ઇધણ દરિયા કિનારે કહ્યું છે સોમવારે જ જાપાને ત્યાં પોતાના વિશેષજ્ઞોની સાત સભ્યોની બીજી ટીમ મોકલવાની જાહેરાત કરી હતી નવી ટીમમાં ટોકટોની એક એકસપર્ટ કંપનીના ૬ સભ્યો આજે મોરેશિયસ જવા રવાના થશે જેઓ કામમાં ખુબ હોશિયાર છે. જહાજના ભારતીય કેપ્ટન અને તેમના શ્રીલંકન ડેપ્યુટી પર પાઇરસી અને દરિયાઇ કાયદાનો ભંગ હેઠળ ધરપકડ કરાઇછે કોર્ટમાં આગામી સુનાવણી ૨૫ ઓગષ્ટના રોજ થનાર છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.