મોર્ડનાની રસીથી હૃદયમાં સોજા સંબંધી ફરિયાદને કારણે અનેક દેશોએ તેના પ્રતિબંધ લગાવ્યો
નવીદિલ્હી, કોરોના વાયરસની વિરુદ્ધ ઉપયોગમાં લેવામાં આવનારી મોર્ડનાની રસીથી હૃદયમાં સોજા સંબંધી ફરિયાદના સમાચાર છે. આ કારણે આઈસલેન્ડે શુક્રવારે રસીની ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધા છે. અને નોર્ડિક દેશોએ પણ મોર્ડનાની રસીનો ઉપયોગ મર્યાદિત કરી દીધો છે. જાે કે હાલમાં જ ફિનલેન્ડમાં પણ હાર્ટ ઈન્ફ્લેમેશનના ચાલત આ રસીનો ઉપયોગ ન કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.
હેલ્થ ડાયરેક્ટોરેટની વેબસાઈટ પર નિવેદન જારી કરવામાં આવ્યું છે કે, કેમ કે વિસ્તારમાં ફાઈઝર રસીના સપ્લાય પૂરતો છે. ચીફ એપેડેમિયોલોજિસ્ટે આઈસલેન્ડમાં મોર્ડના રસીનો ઉપયોગ નહીં કરવાનો ર્નિણય કર્યો છે. પ્રમુખ મહામારી વિશેષજ્ઞએ નિવેદન આપ્યું કે મોર્ડના રસી બાદ માયોકાર્ડિટિસ અને પેરાકાર્ડિટિસના વધતા મામલાની સાથે સાથે ફાઈઝર બાયોએનટેકના ઉપયોગથી રસીકરણના ચાલતા આ ર્નિણય લેવામાં આવ્યો છે.
ગત બે મહિનામાં આઈસલેન્ડમાં જાેનસન એન્ડ જાેનસનની સિંગલ ડોઝ રસી જાેનસેન પ્રાપ્ત કરનારાને મોર્ડનાનો વધારાનો ડોઝ આપવામાં આવ્યો હતો. સાથે આ રસી કોઈ અન્ય રસીના બે ડોઝ પ્રાપ્ત કરી ચૂકેલાને નબળી ઈમ્યૂનિટી વાળાને પણ આપવામાં આવ્યા છે. જાે કે આ નવો ર્નિણય ૩ લાખ ૭૦ હજાર લોકો વાળા આઈસલેન્ડ પર જારી રસીકરણના અભિયાન પર વધારે અસર નહીં કરે. કેમ કે ૧૨ વર્ષથી વધારે ઉંમરના ૮૮ ટકા વસ્તીને રસી લાગી ચૂકી છે.
સ્વીડન અને ફિનલેન્ડે પણ ૩૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોને મોર્ડના રસી આપવાનું બંધ કર્યુ છે. ત્યારે ડેનમાર્ક અને નોર્વેને ઔપચારિક રુપથી ૧૮ વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના લોકોને આ રસીના ઉપયોગ વિરુદ્ધ સલાહ જારી કરી છે. સ્વીડિશ અધિકારીઓએ જણાવ્યું કે મોટા ભાગના સાજા હળવા છે અને પોતાની રીતે જ ખતમ થઈ જાય છે પરંતુ લક્ષણ દેખાય તો ડોક્ટરની સલાહ લેવી જાેઈએ.
ગુરુવારે ફીનિશ ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ વેલફેરે કહ્યું કે ઓર્થોરિટીઝ ૩૦ વર્ષથી ઓછી ઉંમરના પુરુષોને મોર્ડનાના ડોઝ નથી આપવામાં આવે. તેમને ફાઈઝર અથવા બાયોએનટેકની રસી અપાશે. સરકારી એજન્સીનું કહેવું છે કે તેમણે જાેયું કે યુવાઓ અને ઓછી ઉંમરના છોકરાઓમાં માયોકાર્ડિટિસનું જાેખમ વધારે છે.HS