Western Times News

Gujarati News

મોર્ડના વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે યુએસની મંજૂરી

વોશિંગ્ટન, કોરોના સામે જંગમાં અમેરિકાએ મોર્ડનાની કોવિડ-૧૯ વેક્સીનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઇ છે. તે પહેલાં અમેરિકા ફાઈઝર વેક્સીનના ઉપયોગને મંજૂરીઆપી ચૂકી છે એટલે કે હવે કોરોના સામે મુકાબલા માટે બે વિકલ્પ હશે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન પાસેથી મંજૂરી મળ્યા બાદ મોર્ડનાએ ટ્‌વીટ કરીને તેની જાણકારી આપી છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી અઠવાડિયાથી રસીકરણનું કામ શરૂ કરવામાં આવી શકે છે. મોર્ડનાએ પોતાના ટ્‌વીટમાં લખ્યું છે કોરોના વાયરસ ની સારવાર માટે અમે એફડીએ પાસેથી વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઇ છે. ૧૮ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને વેક્સીન લગાવવામાં આવશે. એફડીએની એક પેનલે કહ્યું વેક્સીન ૧૮ વર્ષ અને તેનાથી વધુની ઉંમરના લોકોમાં કોરોનાના જાેખમને ઓછું કરવામાં કારગર છે.

મોર્ડનાએ જુલાઇમાં પોતાની બીજી ટ્રાયલ શરૂ કરી દીધી અને ત્રીજા ટ્રાયલને પુરી કર્યા પછી ૩૦ નવેમ્બરના રોજ અમેરિકાના એફડીએ પાસેથી ઉપયોગની પરવાનગી માંગી, જે હવે મળી ગઇ છે. કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે ટ્રાયલમાં તેની સફળતાનો દર ૯૪.૧ ટકા રહ્યો છે. આ વેક્સીનના ટ્રાયલમાં લગભગ ૩૦ હજાર લોકોને ડોઝ આપવામાં આવ્યો હતો. જાેકે વેક્સીન લગાવ્યા બાદ લોકોમાં તાવ, માથાનો દુખાવો અને થાક જેવી કેટલીક સાઇડ ઇફેક્ટ પણ જાેવા મળી હતી, પરંતુ વૈજ્ઞાનિકોએ તેને ખતરનાક ગણી નથી. અમેરિકામાં સોમવારે ફાયઝરની કોરોના વેક્સીન લગાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમેરિકા સરકારે તેને ઇતિહાસનું સૌથી મોટું રસીકરણ અભિયાન ગણાવ્યું છે.

આ વેક્સીન સૌથી પહેલાં અમેરિકા સ્વાસ્થ્યકર્મીઓને આપવામાં આવી રહી છે. અમેરિકામાં કોરોના બેકાબૂ બનવાનું કારણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનું વાયરસને ઓછું આંકવાનો છે. ટ્રમ્પ શરૂઆતથી જ કડક ઉપાયો વિરૂદ્ધ હતા અને ઘણા અવસરો પર પોતાને નિયમોનું ઉલ્લંઘન કરતાં જાેવા મળ્યા. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમની હારનું એક કારણ આ પણ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.