મોર્નિંગ વોક કરી પરત ફરી રહેલા યુવાનનું મોત થયું
વડોદરા, શહેરના કમાટીબાગમાં મોર્નિંગ વોક કરીને પોતાના ઘરે પરત ફરી રહેલા એક બાઇક ચાલકને કોઠી ચાર રસ્તા પાસે ગાડીએ અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. મૃતકના પરિવારે એક જ મહિનામાં પરિવારમાંથી ત્રીજાે સભ્ય ગુમાવ્યો હતો.
મૃતક ઇકબાલની પત્નીને ત્રણ નાના બાળકો છે. ઇકબાલના મોતથી પત્ની અને પરિવારના બાળકો નોધારા થયા છે. વડોદરા શહેરના આજવા રોડ પર ૨૧૨ ઘનાની પાર્કમાં રહેતા અને આજવા રોડ પર મોબાઇલ એસેસરીઝની દુકાન ધરાવતા ઇકબાલ યુસુફ મેમણ (ઉ.વ ૪૬) આજે સવારે કમાટી બાગમાં મોર્નિંગ વોક કરવા માટે ગયા હતા. તે મોર્નિંગ વોક કરીને પોતાની બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા.
ત્યારે કોઠી ચાર રસ્તા પર પુરપાટ ઝડપે આવી રહેલી હ્યુન્ડાઇ આઇ૨૦ ગાડીએ અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તત્કાલ ૧૦૮નો સંપર્ક કરીને ઇકબાલને હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યો હતો. જાે કે ત્યાં ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.
અકસ્માતની જાણ થતા પરિવાર પણ હોસ્પિટલ પહોંચ્યો હતો. મોતને ભેટેલા ઇકબાલના પરિવારે એક જ મહિનામાં આ ત્રીજુ મોત જાેતા હૈયાફાટ રૂદન શરૂ કર્યું હતું. રૂદનના પગલે હોસ્પિટલમાં પણ ગમગીની છવાઇ હતી. હાલ રાવપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે તપાસ આદરી છે.હાલ તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ આદરી છે.SSS