મોલાસિસ કૌભાંડમાં સૂત્રધાર નશાબંધી ઈન્સ્પેક્ટરને પાલનપુરથી તગેડી મુકાયા
ગાંધીનગર, નશાબંધી આબકારી વિભાગમાં બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં એક જ ાસ પરમિટને આધારે લાખો ટન મોલાસિસની હેરફેરનું કૌભાંડમાં ઈન્સ્પેક્ટર એન.બી.દેવાણીને છેવટે પાલનપુર જેવા સંવેદનશીલ ક્ષેત્રમાંથી તગેડી મુકાયા છે.
જીએસટી સહિતની આવકમાં નુકસાન સાથેના આ આખાય કૌભાંડને સમર્થન આપતી ઓડિયો ક્લિપ વાઈરલ થયા બાદ નિયામક સુનિલ કુમાર ઢોલીએ દેવાણીને ભરૂચ તાલુકાના વટારીયા સ્થિત ખાંડ ઉદ્યોગના નિરીક્ષક તરીકે સાઈટ પોસ્ટિંગમાં મૂકવા શુક્રારે આદેશ કર્યાે હતો.
કચ્છ જિલ્લામાં નશાબંધી અધિક્ષક રહેલા દેવાણી સામે લાંચ રૂશ્વત બ્યુરો-એસીબીએ ભ્રષ્ટાચારના કેસ નોંધ્યો હતો. જાે કે, ત્યારબાદ રાજકીય દબાણથી તત્કાલિન રૂપાણી સરકારમાં તેમનું સસ્પેન્શન પરત ખેંચીને એક પાયરી નીચે ઉતારીને ઈન્સ્પેક્ટર તરીકે નશાબંધી અને આબકારી પ્રભાગમાં પરત લઈને બનાસકાંઠા જેવા સરહદી જિલ્લામાં નિયુક્ત કરાયા હતા.
જ્યાં પ્રતિબંધિત મોલાસિસની હેરફેરમાં એક જ પરમિટ આધારિત કૌભાંડ બહાર આવતા ગૃહ વિભાગે તપાસ શરૂ કરી હતી. દરમિયાન વાઈરલ થયેલી ઓડિયો ક્લિપમાં દેવાણીએ સ્વયં વહીવટદાર કે મોલસીસના વેપાર સાથે સંકળાયેલા વ્યક્તિને આ ધંધામાં રોજના રૂપિયા ૨૪ લાખની કમાણી થઈ રહ્યાનું કહીને પોતાની સાથે ભાગીદારીની ઓફર કર્યાનું બહાર આવતાં તત્કાળ અસરથી સરકારે દેવાણીની બિન સંવેદનશીલ જગ્યાએ બદલી કરીને ખાતાકીય તપાસના આદેશો આપ્યાનું જાણવા મળ્યું છે.